દીવ શહેરીજનો તેમજ દીવ ના અને હાલ યુ.કે મા વસતા રામ ભક્તો દિલ ખોલી ને દાન આપી રહ્યા છે
હિન્દ ન્યૂઝ, દીવ
આપણે સહુ જાણીએ છીએ કે 492 વર્ષના શંકર શો બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીના જન્મ સ્થાન પર મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધી રહી છે. શ્રીરામ ધર્મનો મૂળ સ્વરૂપ છે તેમને સ્વયં ધર્મને જીવી બતાવ્યો છે આક્રમણકારીઓ દ્વારા રામ મંદિર ધ્વસ્ત કરી હિન્દુ સમાજનું અપમાન કરવાનો પ્રયાસ થયો હતો. તેથી વર્તમાન અયોધ્યા શ્રી રામ મંદિર બની ગયું છે. જે માત્ર એક મંદિર નથી પરંતુ ભારતના સ્વાભિમાનને જાગૃત કરનાર મંદિર છે. તેથી જ શ્રી રામ મંદિર નિર્માણ દ્વારા રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આવા રાષ્ટ્ર મંદિર નિર્માણમાં સહુ કોઈ પોતાની શક્તિ મુજબ હનુમાન અંગત કે પછી ખિસકોલી બની પોતાનું સમર્પણ નોંધાવી રહ્યું છે ત્યારે દીવ ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઓ પણ આ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિમાં પોતાનો નોંધપાત્ર ફાળો નોંધાવી રહ્યા છે.
છેલ્લા પંદર દિવસથી દીવ જિલ્લા ભાજપના અધ્યક્ષ બીપીન શાહ ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાંથી 5,43,042 સમર્પણ નિધિ એકત્રિત કરેલ છે. તેમાં દીવના વિદેશમાં વસતા લોકોએ પણ સહયોગ આપેલો છે રામ ભક્તો ઉત્સાહ પૂર્વક યોગદાન આપી રહ્યા છે.જેની અંદર ગોવિંદભાઈ પરસાણા તરફથી રૂપિયા 2,11,000 (બે લાખ અગિયાર હજાર), લીલાવંતી મહેશ ફુદમ 10,100 (એક લાખ એકસો) હાલ યુ.કે, રોહિત ભગવાનદાસ દીવ તરફથી 50,000 (પચાસ હજાર) હાલ યુ કે, ભાગેશ દુર્લભ દીવ હાલ યુ. કે તરફથી 20,000 (વીસ હજાર), હેમીબેન બચુભાઈ દિવ, ઇન્દિરાબેન બચુભાઈ, ચંદ્રિકાબેન બચુભાઈ તેમજ બાલુભાઈ મોડાસીયા તરફથી 11,000 (અગિયાર હજાર)નો સહયોગ આપી પોતાની હિન્દુ ધર્મ પ્રત્યે ની લાગણી ને અભિવ્યક્ત કરવાં આવી. આથી પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ચિંતક સોલંકી સર્વે રામ ભક્તો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ભાવના શાહ, દીવ