ગીર-સોમનાથ જિલ્લાનાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ 

     તા. -૨૧, ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી/પેટા ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ ના યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દીવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫(બી)(૧) અન્વયે આ શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.

ઉપરાંત આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. તેમજ જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રીયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ઓછામા ઓછા ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલીક કે નોકરીદાતા આ જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. તેમ નાયબ નિયામક, ઐાધોગિક સલામતિ અને સ્વાસ્થ્ય, જુનાગઢની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment