રાજકોટના સિવિલ હોસ્પિટલ દર્દીના મોત બાદ ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર રજૂઆત

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ ભગવતિપરાના પ્રભાકરભાઈ ભાઈદાસ પાટીલનું ગત તા.૧૨ના રોજ મૃત્યુ થયું હતું. દર્દીને સિક્યુરિટી ગાર્ડ અને તબીબી સ્ટાફ માર મારતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેના ઘેરા પડઘા પડ્યા હતા. દર્દી કપડાં કાઢી નાખતો હોવાથી તેને કંટ્રોલ કરતા હોવાનું તબીબી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ વાઇરલ થયેલા વીડિયોમાં પ થી ૬ લોકો પ્રભાકરભાઈ ઉપર બેસી ઢીકાપાટુ-ફડાકાનો માર મારતા હોય અને મોઢા ઉપર સિક્યુરિટી ગાર્ડ પગ રાખતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હોવાથી તેનું મોત મારથી થયું હોવાના આક્ષેપ સાથે…

Read More

રાજકોટ શહેર ના K.K.V સર્કલ ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી, પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-કાલાવડ તેમજ જામનગર-ગોંડલ તરફ કાલાવડ રોડ ઉપર થઇને જતા તમામ વાહનો માટે હાઈલેવલ ઓવરબ્રીજ આશીર્વાદ રૂપ બનશે. કોટેચા ચોકથી શરૂ થઇને મહાનગરપાલિકાના સ્નાનગાર સુધી હાઈલેવલ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. ક્ધસલન્ટન્ટના રીપોર્ટ મુજબ હાલ ઓવરબ્રીજ બનાવવા માટે કાલાવડ રોડ ઉપર બંને સાઈડ નિયમ મુજબ જગ્યા હોવાના કારણે સાઈડમાં આવતી મિલકતોનું કપાત નહીં થાય. ક્ધસલન્ટન્ટનો રીપોર્ટ અને ડીઝાઈન તેમજ બ્રીજ માટેનું એસ્ટીમેન્ટ સહિતની કાર્યવાહી હાલ પૂર્ણ કરવામાં આવી છે. અને ફાઈલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવી હોય. સોમવારે કમિશનરના આદેશ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડરના…

Read More

તા.26/9/20 ના રોજ જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના

હિન્દ ન્યૂઝ, જોડીયા, ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ની આવક માં વધારો થાઈ એ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના, જેથી ખેડૂતના લાભ માટે ખેતર ની ફરતે કંટાળી તાર -હેન્ડ ટુલ્સ કીટ, ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે છત્રી /સેડ કવર પુરા પાડવા વગેરે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સરદાર પટેલ સહભાગી યોજના ના ચેરમેન ભરતભાઈ બોધરા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. યુ. મકવા, જિલ્લા બાગાયત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા, જોડીયા/ધ્રોલ ખેતીવાડી ના અધિકારીઓ, ગ્રામસેવકો, એ.પી.એમ સી. જોડિયા ના ચેરમેન…

Read More

રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાપર, રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને બજારમાં પોતાની ઓફિસમાં જતાં એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે આજે ગાધીધામ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ એસ પી એ-ડિવિઝન, બી-ડિવિઝન તથા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કારગો સુદરપુરી તથા અન્ય લોકો એ ભેગામળી ને આવેદનપત્ર આપ્યું. જેમાં પંકજભાઈ સોમાભાઈ વાધેલા, કિરિટભાઈ વણકર, રામજી સોંધરા તથા નામી અનામી ભાઈઓ જોડાઈ ને રજૂઆત કરી હતી અને જો આરોપી નહિ પકડાય તો ગાધીધામ માં ઉગ્ર આનદોલન કરવામાં આવશે ત્યારે પોલીસ પ્રસાસને કહ્યું કે અમારી અલગ અલગ…

Read More