જોડિયાના લગત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉકાળા કાર્યક્રમ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, હડિયાણા, હાલમાં ચાલતા કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારવા માટે પ્રાંત અધિકારી ધ્રોલના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકાના દરેક ગામે તા, 11-9-20 થી તા. 15-9-20સુધી દરરોજ લગત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.અલ્તાફભાઈ ની આગેવાની હેઠળ ઉકાળા ની કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવ્યું છે અને હડિયાણા ગામ ના માજી સરપંચ અને સેવા સહકારી મંડળી ના પ્રમુખ મગનભાઈ કાનાણી પણ ખાસ હાજર રહ્યા હતા. આંગણવાડી વર્કર, આશા બેહનો, શિક્ષકો, તલાટી કમ મંત્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ અંગે આશાબેન દ્વારા ગામમાં ઘરે ઘરે…

Read More

લોધીકા તાલુકાના નગરપીપળીયાના ખેડૂતોના અતિશય પડેલ વરસાદથી થયુ પાકને નુકશાન, ખેડૂતોએ નુકશાની વર્તર આપવાની કરી માંગ

લોધીકા, લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના ખેડૂતોની લાચારી સાથે વ્યથા જોવા મળી હતી. ચોમાસાની સીઝનનો વરસાદ રેગ્યુલર કરતા અતિ વરસાદ પડેલ હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાનની થયેલ છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેમજ મગફળી, કઠોળ સહીતમા ઉભી અડદી બળી જતા ખેડૂત દ્વારા ઉપાડી લેવામાં આવેલ છે. તેમજ ઉપાડેલ મગફળીના પાથરા બળી જતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી નગરપીપળીયાના ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવીને જણાવે છે તેમજ પાકને થયેલ નુકસાનીનું સર્વ કરવા માટે આજદિન સુધી કોઈ અધીકારીઓ આવેલ નથી માટે જ તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને થયેલ…

Read More

એ. ટી. એમ. થી નાણાં ની ચોરી કરતા શખ્સને સત્વરે પકડી પાડતી વેરાવળ પોલીસને અભિનંદન પાઠવતા ઉષાબેન કુસકીયા

વેરાવળ, વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીયા વેરાવળ શહેરની મધ્યમાં “માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ” નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના નાણાંકીય વ્યવહારો સાચવવાના કામે તેમના સ્ટાફગણને અવાર-નવાર એ.ટી.એમ. થી નાણાં ઉપાડવા તેમજ જમા કરાવવા મોકલતા હોય. જેમાં એક દિવસમાં રૂપિયા દશ હજાર તથા રૂપિયા પાંચ હજાર ઉપરા ઉપરી બે વાર નાણાંની ઉપાડ થઈ આવ્યા નું મોબાઈલ મેસેઝથી…

Read More

 હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે

હિન્દ ન્યૂઝ, મોરબી હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે. આ અંગેની નગરપાલિકાના પૂર્વ સભ્ય દ્વારા લેખિતમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ પણ અધિકારી દબાણ દૂર કરવા માટે થઈને અથવા તો દબાઈને રોકવા માટે થઇને કોઈ પણ કામગીરી કરતા નથી. જેથી કરીને હાલમાં અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે અને ૪૦ થી ૫૦ દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં પણ પાલિકાના ચીફ ઓફિસર શા માટે મૌન બેઠા…

Read More

મોરબીના મચ્છુ-૨ ડેમ માં યુવાનનું મોત થયું

મોરબી, હાલમાં સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હોવાથી લોકો પાણી જોવા માટે કે પછી નહાવા માટે જતાં હોય છે, ત્યારે અકસ્માતે ડૂબી જવાના બનાવો બનતા હોય છે. આવી જ રીતે મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો. જેની ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા…

Read More

જોડિયા ખાતે સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ નું ટેલિફોનિક બેસણું

હિન્દ ન્યુઝ, જોડિયા અવસાન નોંધ :  સ્વ.મનુભાઈ માવજીભાઈ રાવલ (વૈદરાજ) જામનગરવાળા ના પુત્ર સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ (રાજીવભાઈ) ઉ.વ.66 હાલ જોડિયા તે વિશ્વેશભાઈ તથા વ્યોમેશભાઈ ના નાનાભાઈ અને હર્ષાબેન ના પતિ તથા સ્વ.પ્રવીણભાઈ ઠાકર જોડિયા ના જમાઈ તેમજ જીતુભાઇ (રાજુભાઇ), ભરતભાઇ, બીપીનભાઈ, ગૌતમભાઈ તથા મીરાબેન ના બનેવી નું તા.13.9.2020 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.20.9.20 ના રોજ તેમના નિવાસ સ્થાને જલારામ સોસાયટી જોડિયા ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.  મો.9825434537 મો.9879818081  

Read More

રાજકોટ ખાતે જેલમાંથી પેરોલ પર છુટી નાશી ગયેલો કેદી ભાવનગર થી ઝડપાયો

રાજકોટ , ભાવનગરના સિહોરના ખૂનના ગુનામાં પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર (ઉ.૨૫) રહે. ભવનાથ મંદિર સિહોર, જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૦ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો. અને તે દરમ્યાન આરોપીને ગઇ તા.૧૯/૪/૨૦૨૦ થી તા.૧૧/૬/૨૦૨૦ દિન-૪૨ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૧/૬/૨૦૨૦ ના રજા પુરી થઈ જેલમાં પરત થવાનું હતું. પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ. ભાવનગર, L.C.B સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના શિહોર તાલુકાના ગ્રામ્ય…

Read More

રાજકોટ ના સિવિલ હોસ્પિટલ કોરોના મૃતકના ખિસ્સામાંથી ૨૫ હજારની રોકડ ગાયબ થઈ જતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો

રાજકોટ, રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર મણીનગરમાં રહેતા મગનભાઈ હંસરાજ વાઘેલા ઉ.૬૫ વર્ષીય વૃદ્ધને આંતરડામાં પાણી ભરાઈ જવાની તકલીફ સબબ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી દેતા વૃદ્ધને સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજે સવારે મોત નિપજયું હતું. મૃતકના પુત્ર યોગેશભાઈ અને જયેશભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતા સંપુર્ણ સ્વસ્થ હતા. સારી રીતે વાતચીત કરી શકતા હતા. અને અચાનક આજે સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પિતાનું અવસાન થયું છે. હોસ્પિટલ…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

દેવગઢ બારીયા, તા- 13/09/2020, રવિવાર ના દેવગઢ બારીયા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ ગુજરાતી ફિલ્મ જગત ના પ્રખ્યાત અભિનેત્રી અને “આપ”પ્રદેશ પ્રવક્તા કિરણબેન આચાર્ય તેમજ “આપ”મધ્યગુજરાત સંગઠન મંત્રી પ્રો.અર્જુનભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા. ઉપરાંત “આપ”દાહોદ જિલ્લા અને મહીસાગર જિલ્લા પ્રભારી ભાનુપ્રસાદ પરમાર, “આપ”દાહોદ જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ભુરિયા અને “આપ”દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકી ની હાજરીમાં દેવગઢ બારીયા શહેર અને તાલુકા ના ભાજપા ના પાયાના કાર્યકર અશોકભાઈ રાણા (સમ્રાટ) એમના લગભગ 50 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપની ભ્રષ્ટ નીતિ થી ત્રાસીને આમ…

Read More

લાખણી તાલુકામાં તલ ના પાક માં ઇયળ દેખાતા ખેડૂતો ચિંતા માં

લાખણી, લાખણી તાલુકામાં પહેલા અતિભારે વરસાદ થી ફુલ પડી ગયા હતા અને હવે તલના પાકમાં ઇયળ નો મોટા ભાગે બગાડ દેખાઇ રહ્યો છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ વાવી ને પકવતાં હોય છે. ખેડૂતો ખેતરને ખેડી, ખાતર બિયારણ મોંઘા ભાવનું લઈ ને ખેતી કરતા હોય છે, છતાંય આવી આફતો આવી જાય તો ખેડૂતએ શું કરવાનુ ? ખેડૂતો સખત મહેનત કરીને પાક પકવતા હોય છે, છતાય છેલ્લે કાઈ ન મળે તો ખેડૂતે કરેલ મહેનતનું શું ? તો સરકાર ને વિનંતિ છે કે અમારા પાકનો બગાડ થયો છે. તેના વહેલા તે પહેલા સહાયતા…

Read More