હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે

હિન્દ ન્યૂઝ, મોરબી

હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે. આ અંગેની નગરપાલિકાના પૂર્વ સભ્ય દ્વારા લેખિતમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ પણ અધિકારી દબાણ દૂર કરવા માટે થઈને અથવા તો દબાઈને રોકવા માટે થઇને કોઈ પણ કામગીરી કરતા નથી. જેથી કરીને હાલમાં અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે અને ૪૦ થી ૫૦ દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં પણ પાલિકાના ચીફ ઓફિસર શા માટે મૌન બેઠા છે તે સૌથી મોટો સવાલ છે. હળવદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય પરમાર મોહનભાઇ ગણેશભાઈ દ્વારા લગભગ બે મહિના પહેલા પાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી હતી કે, હળવદ શહેરની અંદર ખુલ્લી જગ્યાઓમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે અને માથાભારે શખ્સો અને લુખ્ખા તત્વો દ્વારા રાજકીય ઓથ મેળવીને હાલમાં દબાણ કરવામાં આવી રહ્યું છે તેમણે કરેલી અરજીમાં લખ્યું છે કે, હળવદ પાલિકાના વિસ્તારની અંદર અંબારામ પંચર, આંબારામ સર્વિસ સેન્ટર સહિત એનવી દુકાન બતાવવામાં આવે છે તેમજ ઢ્વાણીયા દાદાના મંદિર થી લઈને પરશુરામ દાદા મંદિર સુધીમાં આશરે ૪૦થી ૫૦ દુકાનો તેમજ સરા રોડ ઉપર આવેલ ધાવડી કોમ્પલેસ, અંબર પાન તેમજ હળવદ નગરપાલિકાની હદમાં લાંબી દેરી વિસ્તારની અંદર ૩૦થી ૩૫ જેટલી દુકાનો તેમજ ૪૦૦ થી ૫૦૦ રહેણાંક મકાન અને હળવદ પાલિકાની હદમાં અમદાવાદ કચ્છ હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં જય વેલનાથ અને ચામુંડા હોટલનું પાકું બાંધકામ કરેલ છે આ તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે થઈને તેમણે અરજી કરી હોવા છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા આજદિન સુધી દબાણને દૂર કરવા માટે થઈને લેશમાત્ર કામગીરી કરવામાં આવેલ નથી. વધુમાં તેમણે કહ્યું છે કે છેલ્લા વર્ષોમાં પાલિકાની હદમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના કારણે પાલિકાની કરોડો રૂપિયાની જમીન પર ધીમે ધીમે કરતાં માથાભારે તત્વો અને રાજકીય વગવાળા શખ્સો દ્વારા ગેરકાયદેસર બાંધકામો કરી લેવામાં આવ્યા છે આ અંગે અવારનવાર પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પણ સરકારી જમીન કે જેના ઉપર દબાણ કરવામાં આવી છે. દબાણને દૂર કરીને કરોડો રૂપિયાની જમીનને ખુલ્લી કરવા માટે થઇને કોઈ કામગીરી કરવામાં આવતી નથી હળવદના સરા રોડ ઉપર ઢ્વાણીયા દાદાના મંદિરની બાજુમાં પાલિકાની કરોડો રૂપિયાની જમીન આવેલ છે. આ જમીન પહેલા ખરાવાડ હતી અને ત્યાં હાલમાં પાલિકાની જમીન ઉપર ૪૦થી ૫૦ જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામને તાત્કાલિક ધોરણે રોકવા માટે થઈને પાલિકાના પૂર્વ સદસ્યો દ્વારા લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકાના અધિકારી, પદાધિકારી કે પછી જિલ્લા કલેકટર દ્વારા શા માટે પગલા લેવામાં નથી આવતા તે સૌથી મોટો સવાલ છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment