મોરબીના મચ્છુ-૨ ડેમ માં યુવાનનું મોત થયું

મોરબી,

હાલમાં સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હોવાથી લોકો પાણી જોવા માટે કે પછી નહાવા માટે જતાં હોય છે, ત્યારે અકસ્માતે ડૂબી જવાના બનાવો બનતા હોય છે. આવી જ રીતે મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો. જેની ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનની લાશને બહાર કાઢી હતી જે યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે તે મૃતક હિન્દી ભાષી હોવાનું અને મચ્છી મારવા જતા ડેમમાં ડૂબી ગયો હોવાનું સામે આવેલ છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment