છેલ્લા આઠ વર્ષેથી વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢી આરોપી ને ઝડપી ભોગ બનનારને શોધી પાડતી મહીસાગર એસ.ઓ.જી

હિન્દ ન્યુઝ, મહિસાગર

પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્રારા ગુમ/અપહરણ થયેલા બાળકો તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે મુજબ એસ.ઓ.જી પો.ઇન્સ. એમ.વી.ભગોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સ.ઇ આર.એસ.બારોટ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ હતી.

આ દરમ્યાન લુણાવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૭૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૧(૩) મુજબના ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હાની તપાસ AHTU ને સોપેલ હતી જે બાબતે એસ.ઓ.જી પો.ઇન્સ એમ.વી.ભગોરાનાઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હતી.

જે બાબતે એસ.ઓ.જી પો.ઇન્સ એમ.વી.ભગોરાને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે લુણાવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૭૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૧(૩) મુજબના ગુન્હાના કામના આરોપી ભરતભાઇ અર્જુનભાઇ બારીયા કે જેઓ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રોજાવ ગામમાં પોતાના ઘરે હોવાની બાતમી હકીકત આધારે એસ.ઓ.જી પો.સ.ઇ આર.એસ.બારોટ તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે તેના ઘરે જઇ તપાસ કરતા બાતમી હકીકત મુજબનો આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ હતી જે બાબતે આગળની કાર્યવાહી કરવા લુણાવાડા પોસ્ટે સોપવામાં આવેલ હતી.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર

Related posts

Leave a Comment