રાજકોટ ના સિવિલ હોસ્પિટલ કોરોના મૃતકના ખિસ્સામાંથી ૨૫ હજારની રોકડ ગાયબ થઈ જતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો

રાજકોટ,

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર મણીનગરમાં રહેતા મગનભાઈ હંસરાજ વાઘેલા ઉ.૬૫ વર્ષીય વૃદ્ધને આંતરડામાં પાણી ભરાઈ જવાની તકલીફ સબબ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી દેતા વૃદ્ધને સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજે સવારે મોત નિપજયું હતું. મૃતકના પુત્ર યોગેશભાઈ અને જયેશભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતા સંપુર્ણ સ્વસ્થ હતા. સારી રીતે વાતચીત કરી શકતા હતા. અને અચાનક આજે સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પિતાનું અવસાન થયું છે. હોસ્પિટલ તંત્રની બેદરકારીથી અને યોગ્ય સારવાર અપાઈને હોવાથી તેમના પિતાનું મોત થવાનો પણ આક્ષેપ કર્યો હતો. મૃતકના પરિવારજનો એ જણાવ્યું હતું કે તેમના દર્દીના ખિસ્સામાં રૂ.૨૫ હજારની રોકડ હતી. હોસ્પિટલમાં પૂછપરછ કરતાં ખિસ્સામાં કાઈ નથી તેવો જવાબ આપી દેવામાં આવ્યો હતો. તેમજ મગનભાઈના પુત્રોએ જયારે હોસ્પિટલ તંત્ર પાસે કોરોના રિપોર્ટ બાબતે પૂછપરછ કરી તો હોસ્પિટલન સત્તાધિશો દ્વારા ૭ દિવસે રિપોર્ટ ઘરે આવી જશે તેવો જવાબ આપવામાં આવતા પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment