કોડીનાર, તા. ૨૦/૦૮/૨૦૨૦, કોડીનાર વેરાવળ બાયપાસ રોડ નજીક ભૂતડા દાદા ના મંદિરની પાછળ ના ભાગે રાખેજ ગામના યુવક દિગ્વિજયસિંહ નારણભાઇ કાછેલાની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા આ ગુના ની ગંભીરતા ને ધ્યાને લઇ આ ખૂન કેસનો ભેદ ઉકેલવા અને આરોપીઓને વહેલીતકે પકડી પાડવા જૂનાગઢ રેન્જ આઈ.જી.મનીંદર પવાર અને ગીર સોમનાથ એસ.પી.રાહુલ ત્રીપાઠી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ અને કોડીનાર પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી ઘટના સ્થળના આસપાસ ના સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનીકલ સેલ અને મોબાઈલ લોકેશન ના આધારે આ ક્રૂર હત્યા…
Read MoreDay: August 20, 2020
મહાજનપુરા ગામના ગ્રામજનો દ્વારા થરાદ પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
થરાદ, મહાજનપુરા ગ્રામપંચાયતના કબ્જા હેઠળની જમીન પર થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે ઊંચી દિવાલ કરી માલિકીની જમીન દર્શાવતું બોર્ડ ચીપકાવી કબ્જો જમાવી લેતા થરાદ તાલુકાના મહાજનપુરા ગામના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે મહાજનપુરા ગ્રામપંચાયતની માલિકીની ખુલ્લી જમીન નંબર 79 મિલ્કતની આકારણી નંબર 82થી નોંધાયેલ ચોક જે ખુલ્લી જમીન છે. જે જમીન સાર્વજનિક કોમન પ્લોટ તરીકે નોંધાયેલ હોઈ જેનું માપ આશરે પંદર હજાર ચોરસ ફૂટ ધરાવતી જમીન દલીત સમાજના ઘરો અને થરાદની પાંજરાપોળ ટ્રસ્ટની સામે આવેલ છે. જમીનની આકારણી નંબર 82 વાળી જમીન જે મહાજનપુરાની ગ્રામપંચાયત હેઠળ હોવા છતાં પણ…
Read Moreસુરત શહેરીજનો માટે ખુશીનાં સમાચાર 31 મી સુધીમાં સમાન્યવેરામાં 32 ટકા રાહત
સુરત, સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરીજનો માટે એક ખુશીનાં સમાચાર આપ્યા છે. જેમાં આગામી તારીખ 31 મી ઓગષ્ટ 2020 સુધીમાં જો મિલ્કતવેરો ભરનારને મહાનગર પાલિકા તેને સમાન્યવેરામાં 30 ટકાની રાહત આપશે, વેરો ભરનાર ડીજીટલ પેમેન્ટથી વેરાની ચુકવણી કરશે તો વધુ 2 ટકા રાહત મળવાપાત્ર છે. આમ કુલ 32 ટકા રાહત મળશે. સુરત શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ રાહત મેળવે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreડભોઈ ખાતે સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ કાર્યક્રમ
ડભોઈ, ડભોઈ ખાતે તા. ૨૦/૮/૨૦ ને ગુરુવાર ના રોજ લોકલાડીલા નેતા અને સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ હોઈ, ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પમાલા અર્પણ કરવા નો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય સરદાર પટેલ શૉપિંગ સેન્ટર ડભોઈ ખાતે રાખવા મા આવેલ હતો. જેમાં ભુપેન્દ્ર પટેલ પ્રમુખ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ , જિમીત ઠાકર પ્રમુખ ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારો એ કાર્યકરો એ તથા તાલુકા / જિલ્લા પંચાયતના અને નગરપાલિકા ના ચુંટાયેલા તમામ ઉમેદવારો ને આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હુસેન મનસુરી,…
Read Moreદેવગઢ બારીઆ મામલતદાર કચેરી એ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
દેવગઢ બારીઆ, પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટ ના ધજાગરા ઉડતા દ્રશ્ય જોવા મળ્યા, એક બાજુ કોરોના કહેર ચાલે છે ત્યારે બીજી બાજુ સોસીયલ ડિસ્ટ ના ખુલે આમ લિરા ઉડતા જોવા મળ્યા હતા. સરકાર કોરોના માટે સોસીયલ ડિસ્ટ અને માસ્ક ફરજિયાત કર્યું છે, જ્યારે દેવગઢ બારીઆ માં કોઈ નિયમ લાગતા ન હોય તેવું દ્રશ્ય માં જોઈ ને નવાઈ લાગી રહીયું છે . શહેર માંથી ગામડા માં કોરોના કહેર વક્રાય તો નવાઈ ની વાત નહીં , હવે જોવાનું રહ્યું કે તંત્ર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન…
Read Moreવાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સો પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 23,700 જપ્ત કરી છે
વાંકાનેર, વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે ચોક્કસ હકીકત મળેલ કે રાતીદેવળી ગામની સીમમાં તીથવાના રસ્તે હનુપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો જુગાર રમે છે. જેથી, પોલીસે તે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી હતી. તે દરમિયાન ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
Read More