પત્ની ના પ્રેમી એવા હત્યારાએ દિગ્વિજય ને સમાધાન માટે બોલાવી ઢીમ ઢાળી દીધાની હોવાની કબૂલાત કરી

કોડીનાર,

તા. ૨૦/૦૮/૨૦૨૦, કોડીનાર વેરાવળ બાયપાસ રોડ નજીક ભૂતડા દાદા ના મંદિરની પાછળ ના ભાગે રાખેજ ગામના યુવક દિગ્વિજયસિંહ નારણભાઇ કાછેલાની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા આ ગુના ની ગંભીરતા ને ધ્યાને લઇ આ ખૂન કેસનો ભેદ ઉકેલવા અને આરોપીઓને વહેલીતકે પકડી પાડવા જૂનાગઢ રેન્જ આઈ.જી.મનીંદર પવાર અને ગીર સોમનાથ એસ.પી.રાહુલ ત્રીપાઠી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ અને કોડીનાર પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી ઘટના સ્થળના આસપાસ ના સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનીકલ સેલ અને મોબાઈલ લોકેશન ના આધારે આ ક્રૂર હત્યા મૃતક ની પત્ની ના પ્રેમી વેલણ ગામના પ્રતીક બાબુ વાઘેલાએ પ્રેમ પ્રકરણમાં કરી હોવાનું અને ખૂન કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી વડોદરા ના સાવલી ખાતે નાસી ગયા હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચ અને કોડીનાર પોલીસની ટીમે વડોદરા ખાતે દોડી જઇ મુખ્ય આરોપી પ્રતીક બાબુ વાઘેલા અને તેના મિત્ર હાર્દિક પ્રતાપ વાઘેલા ને પકડી પાડી પ્રાથમીક પૂછપરછ કરતા મુખ્ય આરોપી પ્રતીકે સમાધાન કરવાના બહાને બાયપાસ નજીક ભૂતડા દાદા ના મંદિરે બોલાવી પ્રતીક તેના મિત્ર હાર્દિક પ્રતાપ વાઘેલાએ દિગ્વિજય ની ક્રૂર હત્યા કરી દીધાની કબૂલાત કરી વડોદરા નાસી ગયાની કબૂલાત કરી હતી.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment