હિન્દ ન્યૂઝ, મોડાસા
તા.૦૨, મોડાસા ખાતે અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત, પોલીસ અધીક્ષક મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર ભરત બી બસીયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા, વિભાગ મોડાસા તથા એ.એમ.દેસાઇ પોલીસ સબ ઈન્સ્પેકટર શામળાજી પો.સ્ટે તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી ચાલક છગનસિંહ કેશરસિંહ ઉદયસિંહ ચૌહાણ ઉં.વ. ૩૦ રહે.મિયાલાખેડા તા.દેવગઢ જી.રાજસમંદ રાજસ્થાન (૨) પ્રકાશ ગોકુલજી ભીમાજી પ્રજાપતિ ઉં.વ.૨૬ રહે.કુચોલી ભુડાવાલા તા.નાથદ્વારા જી.રાજસમંદ રાજસ્થાન નાઓ આઇસર ટ્રક નંબર એચ.આર. ૫૫ એમ ૫૯૩૯ ની અંદર લાકડાના વેરના ભુસાના પ્લાસ્ટીકની થેલીના કટ્ટાની આડમાં ઇગ્લીશ દારૂ/બીયર’ની પેટીઓ નંગ-૨૪૭ કુલ બોટલ નંગ -૭૧૬૪ મળી કૂલ કિં.રૂ. ૧૨,૩૯,૧૨૦/-તથા મોબાઇલ નંગ -૨ કિં.રૂ ૧૫૦૦/- તથા આઇસર ટ્રક ની કિં.રૂ ૮,૦૦,૦૦૦/- નો ગણી તથા ડ્રાઇવીગ લાઇસન્સ,આધારકાર્ડ, ટ્રકની રજીસ્ટ્રેશન ફાઇલ નંગ-૧ જે તમામની કિં.રૂ ૦૦/૦૦ ગણી તેમજ કુલ મુદામાલ કિં.રૂ ૨૦,૪૦,૬૨૦/- .નો લઇ આવી બંને આરોપી પકડાઇ જઇ તથા દારૂ મંગાવનાર આ.નં-(૩) રામજીભાઇ નામનો માણસ નહી મળી આવેલ હોઇ જેથી શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ સી ૧૧૧૮૮૦૧૦૨૦૦૩૬૧/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ),(ઇ), ૧૧૬બી, ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો રજિસ્ટર કરી આ કામે. પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ શામળાજી પોલીસ ને ભારતીય બનાવટનો વિદેશી ઈંગ્લીશદારૂનો જથ્થો પકડવામાં સફળતા મળેલ છે અને આગળની તપાસ કાર્યવાહી એ.એમ.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓ સંભાળેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા