વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સો પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 23,700 જપ્ત કરી છે

વાંકાનેર,

વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે ચોક્કસ હકીકત મળેલ કે રાતીદેવળી ગામની સીમમાં તીથવાના રસ્તે હનુપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો જુગાર રમે છે. જેથી, પોલીસે તે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી હતી. તે દરમિયાન ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment