હજીરા ખાતે રોજગાર કચેરી દ્વારા મોટા ઔદ્યોગિક એકમો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

     મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત દ્વારા હજીરા એરિયા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસો.ના તમામ મોટા ઔદ્યોગિક એકમો માટે હજીરા સ્થિત એલ.એન્ડ ટી ઓડિટોરીયમ ખાતે રોજગાર કચેરીની કામગીરી અને CNV એક્ટ-૧૯૫૯ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં MNC કંપનીઓ સહિત ૫૧ જેટલા ઔદ્યોગિક એકમોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ઈ.ચા.મદદનીશ નિયામક(રોજગાર) શ્રીમતી પારૂલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રોજગાર કચેરીની કામગીરી અને એક્ટ-૧૯૫૯ની વિગતવાર સમજ આપવામાં આવી હતી. રોજગાર કચેરી ખાતે દરેક કંપનીઓની ફરજિયાત નોંધણી અને કંપનીઓ માટે કાયદાની અન્ય જોગવાઈઓનું ફરજિયાત પાલન, અનુબંધન પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને વેકેન્સી પોસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી જિલ્લાના તમામ રોજગારવાંચ્છું ઉમેદવારોને ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં નોકરી માટેની તક મળી શકે એમ મદદનીશ નિયામક(રોજગાર)કચેરીની યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment