હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રાલય દ્વારા રચાયેલ બોર્ડ નું નોટિફિકેશન એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ માં જાહેર થયેલ છે. જે મુજબ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી અને ધ સરોગસી એક્ટ 2021 ના પાલન માટે એ.આર.ટી. એન્ડ સરોગસી બોર્ડ બનાવવામાં આવ્યું છે ,જેમાં સૂરત ના સામાજિક સેવાભાવી અને મહિલા અગ્રણી ગીતા બેન શ્રોફ ની બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરત ખાતે ની “અ.નિ.સ. “સંસ્થા ના પ્રમુખ અને બેટી બચાવો સંતુલન યાત્રા અભિયાનના પહેલકર્તા ,વર્ષોથી હજારો મહિલાઓના માર્ગદર્શક બનેલા છે.તેઓના પ્રયાસો થી સુરત શહેરની પરિવાર અદાલતમા માનદ કાઉન્સેલીંગ સેવા અપાઈ રહી છે. રાજ્ય સરકાર શ્રીના અનેક કાર્યક્રમો માં સહયોગ આપનાર શ્રીમતી ગીતા બેન શ્રોફને બોર્ડમાં સત્તાઓ સાથે નિમણૂક કરવામાં આવી છે.
આજ સપ્તાહ માં રાજ્ય સરકાર ના બહાર પાડવામાં આવેલા ગેજેટ્સ માં સત્તાવાર રીતે બોર્ડ ના સભ્યશ્રી ઓ ને જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગીતાબેન શ્રોફ ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે કુલ ૨૭ ધરાવતા આ બોર્ડ માં રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી શ્રી ચેર પરસન છે ,અને આરોગ્ય વિભાગ, બાળ અને મહિલા કલ્યાણ વિભાગ ના વરિષ્ઠ સચિવ શ્રી ઓ નો સમાવેશ થાય છે.