છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” કચેરીને કવોરેન્ટાઈન કરતા વિજગ્રાહકો અટવાયા

છોટાઉદેપુર,              છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ને અચાનક કવોરેન્ટાઈન કરવામાં આવતા વીજ ગ્રાહકોના વીજબિલ નહીં સ્વીકારાતા વીજ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ના વીજ ગ્રાહકો આજરોજ વીજબિલ ભરવા જતાં કચેરીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બિલ સ્વીકારવાનો ઇનકાર કરી દિધો હતો. કચેરીના કર્મચારીને પુછતાં જણાવ્યું હતું કે સદર કચેરીમાં હાલ કોરોના કેસ આવેલ હોય આ કચેરીને તંત્ર દ્વારા શીલ કરવાની છે અને સેનીટાઇઝેશન કરવામાં આવનાર છે જેથી હાલ કોઈ બિલ સ્વીકારવામાં નહી આવે એવુ જણાવતા આ સમાચાર…

Read More

સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે ૪૮ પર ૧૦ km ચક્કા જામ થયો

સુરત, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં સાવા પાટિયા નજીક ઓવરબ્રિજ ની કામગીરી ચાલી રહી છે. જ્યા નેશનલ હાઇવે ૪૮ ભારે વરસાદ લઈ ટ્રાફિક જામ થયો હતો. બંને લેનમા ૧૦ કિલોમીટરથી વધુની વાહનોની લાઈનો લાગી હતી. સાવા પાટિયા અને નંદાવ પાટિયા પાસે નવા ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાવા પાટિયાના બંને બાજુના સર્વિસ રોડ વરસાદમાં ધોવાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More