છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” કચેરીને કવોરેન્ટાઈન કરતા વિજગ્રાહકો અટવાયા

છોટાઉદેપુર,

             છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ને અચાનક કવોરેન્ટાઈન કરવામાં આવતા વીજ ગ્રાહકોના વીજબિલ નહીં સ્વીકારાતા વીજ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરમાં “મધ્ય ગુજરાત વીજ કંપની” ના વીજ ગ્રાહકો આજરોજ વીજબિલ ભરવા જતાં કચેરીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બિલ સ્વીકારવાનો ઇનકાર કરી દિધો હતો. કચેરીના કર્મચારીને પુછતાં જણાવ્યું હતું કે સદર કચેરીમાં હાલ કોરોના કેસ આવેલ હોય આ કચેરીને તંત્ર દ્વારા શીલ કરવાની છે અને સેનીટાઇઝેશન કરવામાં આવનાર છે જેથી હાલ કોઈ બિલ સ્વીકારવામાં નહી આવે એવુ જણાવતા આ સમાચાર થી સમગ્ર છોટાઉદેપુર તાલુકામાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું.

કેટલા દિવસ માટે તંત્ર આ વીજ કંપનીની સ્થાનિક કચેરી શીલ કરશે ? મધ્ય ગુજરાત વીજ કંપની આવશ્યક સેવાની કચેરી છે તેમજ ચાલુ ચોમાસાની સિઝન હોય, અચાનક વીજ પુરવઠો ગમે ત્યારે ખોરવાઈ જાય તો તેના સમારકામ અને વીજબિલ ભરવા બાબતે જાહેર જનતાને સગવડતા મળશે કે કેમ? તે મહત્વનો પ્રશ્ન આમ જનતાને સતાવી રહ્યો છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment