સુરત,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં સાવા પાટિયા નજીક ઓવરબ્રિજ ની કામગીરી ચાલી રહી છે. જ્યા નેશનલ હાઇવે ૪૮ ભારે વરસાદ લઈ ટ્રાફિક જામ થયો હતો. બંને લેનમા ૧૦ કિલોમીટરથી વધુની વાહનોની લાઈનો લાગી હતી. સાવા પાટિયા અને નંદાવ પાટિયા પાસે નવા ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાવા પાટિયાના બંને બાજુના સર્વિસ રોડ વરસાદમાં ધોવાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત