સુરત સહારા દરવાજા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટી. આર.બી નો જવાન ભાન ભુલ્યો

સુરત, સુરત શહેરનાં સહારા દરવાજા વિસ્તારમાં ટી.આર.બી જવાનનો લુખ્ખાગિરી કરતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં ગાડી ચાલક સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરી અને માસ્ક સુદ્ધા પહેરવાની તસ્દી લીધી ન હતી. ટી.આર.બી ના જવાનને ગાડી પકડવાનો હક નથી તો વાહનચાલકને ધક્કા મારવાનો અધિકારી કોણે આપ્યો.? ગાડી ઝૂંટવી લઈ વાહનચાલક સાથે તોછડાઈ ભયુ વર્તન વીડીયો માં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ટી.આર.બી. ની કામગીરી ને લઈ અગાઉ અનેક વિવાદિત કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. ટી.આર.બી.ના જવાન દ્વારા ટ્રાફિક સંચાલન કરવાને બદલે વાહનચાલકોને પકડી રોકડી કરવામાં મસ્ત ટી.આર.બી.ના જવાને સમગ્ર ટી.આર.બી. ના…

Read More

રાજકોટ શહેર જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફિમેલ હેલ્થવર્કર કુલ.૨૫ બહેનોને ફિમેલ હેલ્થ સુપરવાઈઝરમાં પ્રમોશન

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયા દ્વારા ઉપરોકત બાબતે સતત રસ લઈને બહેનોને વહેલામાં વહેલ તકે પ્રમોશન મળે એવા સતત પ્રયત્નો કરેલ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, ડે.ડી.ડી.ઓ. ગોહિલ તથા વહીવટી અધિકારી ગોંડલીયાના તથા જીલ્લા પંચાયતના વકીલ મુનસા તથા આરોગ્ય શાખાની વહીવિટી ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી કામગીરી પૂર્ણ કરી છે. આરોગ્ય કર્મચારીઓના બાકીના પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલ આવે એવી અપેક્ષા રાખેલ છે. આ તકે આરોગ્ય મંડળના પ્રમુખ એન.પી.ડઢાણિયા, મહામંત્રી આર.ડી.ગોહિલ, માનસીંગભાઈ, મારૂભાઈ, સોલંકીભાઈ, સહદેવભાઈ, સિધ્ધપરાબેન, કુમારખાણિયા બહેન, ચૌહાણબેન, ડોડીયાભાઈ, સેજાણીભાઈ, લકકડભાઈ, કરણભાઈ, કાથરોટીયાભાઈ દ્વારા આભાર વ્યકત…

Read More

રાજકોટ શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ, રાજકોટ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ મળતો રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા જયેશભાઈ રાદડિયા, ગુજરાત કોળી અને ઠાકોર વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભીએ સરકાર વતી શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. આ ચેક અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાસંદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ…

Read More

માંડવી ખાતે સ્વ.હિરજીભાઈ મેગજીભાઇ સિજુ ને ભાવભીની શ્રદ્ધાંજલિ

માંડવી,                માંડવી ખાતે મૂળ માંડવી ના રહેવાસી સ્વ.હિરજીભાઈ મેગજીભાઇ સિજુ જેઓ આજ રોજ તા. 08-08-2020ના રોજ ધણીમાતંગ દેવના શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તેમના જ નિવાસસ્થાને માંડવી થી નીકળશે. આ કોરોના ની વૈશ્વિક મહામારી હોવાને કારણે સ્વ.હીરજીભાઈ મેગજીભાઈ સિજુનાં અંતિમયાત્રા માં સહભાગી ન થવાય તે માટે સિજુ પરિવાર તેમજ સમગ્ર સમાજ તરફ થી શ્રદ્ધાંજલિ પાઠવેલ છે તેમજ પ્રભુ હિરજીભાઈ મેગજીભાઈ સિજુ ના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ પ્રદાન કરે એવું પ્રભુચરણે પ્રાર્થના સહ પુષ્પ શ્રદ્ધાંજલિ.

Read More

દિયોદર ખાતે માર્ગ અને મકાન વિભાગ નો કર્મચારી લાંચ લેતાં ઝડપાયો

દિયોદર, કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા માં લાંચ ની ઘટના સામે આવી છે. દિયોદર માર્ગ મકાન વિભાગનો વર્ગ ત્રણ નો રાહુલકુમાર બાબુભાઈ પટેલ (અ.મ.ઇ. માર્ગ અને મકાન વિભાગ દિયોદર) એ.સી.બી ની ટિમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ રૂપે 42,000 લેતાં એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધો છે. બીલ મંજૂર કરવા સામે લાંચિયા ઈજનેરે ટકાવારી માંગી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિયોદર તાલુકાનો કર્મચારી છેક ડીસા પકડાઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ દરમ્યાન કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પાટણને ફરીયાદ કરી હતી. આથી…

Read More

ગઢડા તાલુકા ના ઢસા ગામ માં આવેલ રાજકોટ ભાવનગર ફોર લાઈન રોડ માં ખુલ્લી તંત્ર ની બેદરકારી જોવા મળી રહે

ગઢડા, ઢસા ગામ માં આવેલ રાજકોટ થી ભાવનગર હાઈવે રોડ ઉપર ઢસા ગામ થી લઈને ભાવનગર વરતેજ નારી ચોકડી સુધી નારી ચોકડી થી ઢસા ગામ સુધી અનેક જગ્યા ઉપર વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. અધિકારી રસ્તા ઉપર નીકળતા પણ હોય છે. અધિકારીઓ ને પણ ખબર છે કે આ ખાડા પડી ગયા છે પરંતુ ખબર જ હોય તે છતાં રોડ રીપેરીંગ કરતા નથી. સાથે કોઈપણ આ ખાડાનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ ટેક્સ વાહન વાળા ટાઈમ સર ટેક્સ આપે છે, છતાં વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડે છે તો તાત્કાલિક…

Read More

ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરી એ આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંગીતાબેન ચાંડપા ની આગેવાની માં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરીએ પહોંચી નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને જુલાઈના સમયગાળા દરમિયાન ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા સબસીડી ગેસના બાટલામાં સરેરાશ રૂપિયા ૧૪૦ થી ૨૦૦ રૂપિયા મળવાપાત્ર રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે જમાં કરાવી નથી. ગત સપ્ટેમ્બર…

Read More

કોરોનાના સંક્રમણને રોકવા ઉત્સવોની જાહેરમાં પંડાલ કે પ્રતિમાના સ્થાપન કે તાજીયાના ઝૂલુસ કાઢવા ઉપર પ્રતિબંધ

  દાહોદ, તા. ૭ : ઓગસ્ટ મહિનામાં આગામી તહેવારો ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી સંબધે આજ રોજ કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સમાજના વિવિધ આંગેવાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોઇ પણ પ્રકારના જાહેર ધાર્મિક કાર્યક્રમો, સભા-સરઘસો કે ઝૂલુસ ન કાઢવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, રાજય સરકાર દ્વારા કોવીડ ૧૯ ને ધ્યાને લઇને લોકોના મોટા પ્રમાણમાં એકત્ર થવા પર, જાહેર મેળાવડા, ધાર્મિક સભા કે એવા સામુહિક કાર્યક્રમો પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો…

Read More

રાજકોટ સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે

રાજકોટ, રાજકોટ શહેર સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. આ ચેલેન્જ અંતર્ગત શહેરને તેમના નાગરિકો સાથે જોડાઈ અને નિષ્ણાતોની મદદથી, સમગ્ર શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટેના પગલાં ભરવાના રહેશે. રાજકોટ સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે, જે માટે હવે નાગરિકો પાસેથી પણ સૂચનો મંગાવામાં આવેલ છે. ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જમાં ૨ સ્ટેજ હશે. પહેલા સ્ટેજમાં શહેરોમાં સાઇકલિંગને પ્રોત્સાહિત કરવા અને સ્કેલ-અપ વ્યૂહરચના વિકસાવવા માટે ઝડપી હસ્તક્ષેપો અને પ્રમોશનલ પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, જેના આધારે ૧૧ શહેરોની પસંદગી કરવામાં આવશે અને…

Read More

રાજકોટ શહેરમાં પ્રેમમાં પાગલ દિકરીએ લગ્નની જીદ કરતા પિતાએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી

રાજકોટ, રાજકોટ શહેર ગાંધીગ્રામના શાહનગરમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા ગોપાલભાઈ નકુમ નામના ૬૦ વર્ષીય સથવારા વૃધ્ધે સવારે ૨૦ વર્ષીય દિકરી પુત્રી ઇલાને કપડાં ધોવાના ધોકાથી માથામાં ૩-૪ ઘા મારતા ખૂની હુમલામાં ઘવાયેલી ઈલા ઘરમાં જ લોહીના ખાબોચીયામાં ફસડાઇ પડી હતી. પુત્રીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મુકીને હુમલાખોર પિતા ગોપાલભાઈ ફરાર થઇ ગયા હતા. દેકારો થતા દોડી આવેલા પડોશીઓએ ૧૦૮ મારફત યુવતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી બનાવની જાણ થતાં P.I કે.એ.વાળા, રાઇટર હીરાભાઈ રબારી, જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જોકે યુવતી બેભાન હાલતમાં હોવાથી…

Read More