ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરી એ આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ,

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંગીતાબેન ચાંડપા ની આગેવાની માં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરીએ પહોંચી નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને જુલાઈના સમયગાળા દરમિયાન ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા સબસીડી ગેસના બાટલામાં સરેરાશ રૂપિયા ૧૪૦ થી ૨૦૦ રૂપિયા મળવાપાત્ર રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે જમાં કરાવી નથી.

ગત સપ્ટેમ્બર ૨૦૧૯ માં રૂપિયા ૫૮૫ નો બાટલો મળતો હતો તે જુલાઈ ૨૦૨૦ માં ૭૦૦ ની સપાટીએ પહોંચવા આવ્યો છે. જેથી જનતા ગેસના ભાવ વધારાથી ત્રસ્ત બની ગઈ છે. તેમ કહી વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
આ દરમિયાન કોંગ્રેસ જિલ્લા મહિલા મહામંત્રી શહેનાજબેન શેખ, વેરાવળ તાલુકા પ્રમુખ મીનાબેન બામણ્યા, જિલ્લા મહામંત્રી મંજુલાબેન અખિયા તેમજ મહિલા કોંગ્રેસ ના રંજનબેન, બીનીશબેન રુહીનાબેન, વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment