ગઢડા,
ઢસા ગામ માં આવેલ રાજકોટ થી ભાવનગર હાઈવે રોડ ઉપર ઢસા ગામ થી લઈને ભાવનગર વરતેજ નારી ચોકડી સુધી નારી ચોકડી થી ઢસા ગામ સુધી અનેક જગ્યા ઉપર વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. અધિકારી રસ્તા ઉપર નીકળતા પણ હોય છે. અધિકારીઓ ને પણ ખબર છે કે આ ખાડા પડી ગયા છે પરંતુ ખબર જ હોય તે છતાં રોડ રીપેરીંગ કરતા નથી. સાથે કોઈપણ આ ખાડાનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ ટેક્સ વાહન વાળા ટાઈમ સર ટેક્સ આપે છે, છતાં વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડે છે તો તાત્કાલિક આવા ભયન્કર ખાડા નું સારી રીતે યોગ્ય કામ કરવી એવી વાહન ચાલકો ની લોકમાંગણી છે. ભરેલા વજન વાળા વાહનને નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા