દિયોદર ખાતે માર્ગ અને મકાન વિભાગ નો કર્મચારી લાંચ લેતાં ઝડપાયો

દિયોદર,

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા માં લાંચ ની ઘટના સામે આવી છે. દિયોદર માર્ગ મકાન વિભાગનો વર્ગ ત્રણ નો રાહુલકુમાર બાબુભાઈ પટેલ (અ.મ.ઇ. માર્ગ અને મકાન વિભાગ દિયોદર) એ.સી.બી ની ટિમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ રૂપે 42,000 લેતાં એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધો છે. બીલ મંજૂર કરવા સામે લાંચિયા ઈજનેરે ટકાવારી માંગી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિયોદર તાલુકાનો કર્મચારી છેક ડીસા પકડાઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ દરમ્યાન કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પાટણને ફરીયાદ કરી હતી. આથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગોઠવેલા છટકામાં આરોપી ઈજનેર રૂપિયા 42,000 લાંચ તરીકે સ્વીકારતા ડીસા – પાટણ હાઇવેથી પકડાઈ ગયો હતો. માર્ગ મકાન વિભાગનો ઈજનેર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હોવાની કાર્યવાહી વાયુવેગે કર્મચારી આલમમાં ફેલાઇ ગઇ હતી. આથી સમગ્ર જિલ્લામાં ભારે ફફડાટ વચ્ચે કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment