છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની ધારસિમેલ બેઠકના મહિલા સભ્યનો પુત્ર નર્મદા મેઈન કેંનાલમાં ડૂબ્યો

છોટાઉદેપુર, નસવાડી તાલુકા પંચાયતના ધારસિમેલ બેઠકના સભ્યનો પુત્ર કાલે ખેતરમાં કામ કરી નાહવા અને કપડાં ધોવા માટે બરોલી પાસેની નર્મદા મેઈન કેનાલ ગયો હતો અચાનક કેનાલની આર.સી.સી લાઈનિંગ પરથી પગ લપસી જતા ડૂબી ગયો હતો. જેની લાશ શોધખોળ કરતા ભારે જહેમત બાદ મળી આવી હતી. લાશ મળતા આદિવાસી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ. નર્મદા કેનાલમાંથી લાશ બાહર કાઢીને નસવાડી સામૂહિક આરોગ્ય ખાતે પી.એમ.માટે મોકલવામાં આવી. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More

જામનગર ખાતે 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ યોજાયો

જામનગર,                જામનગર દ્વારા 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ જામનગર ના લોકલાડીલા ધારાસભ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ને ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગાઇડલાઇન પ્રમાણે સામાજિક અંતર જાળવી ને યોજાયો હતો.           છેલ્લા ત્રણ વર્ષથી બાળ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા શિશુગૃહ ના બે જોડિયા ભાઈ-બહેન, ભરત-ભારતીનો દત્તક વિધાન દિલ્હી સ્થિત અમિત શ્રીવાસ્તવ તથા શ્રીમતી અર્ચના શર્માના પરિવારમાં આપવાના વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના…

Read More

સુરત શહેર ના અમરોલી પો.સ્ટે. ના અપહરણ ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર જીલ્લા ની ગારીયાધાર પોલીસ

ભાવનગર, ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ નાઓને બાતમી હકીકત મળેલ કે સુરત શહેર અમરોલી પો.સ્ટે. ના અપહરણના ગુન્હાનો કામનો આરોપી હિંમતભાઈ ઉર્ફે યોગેશભાઇ મીઠાભાઇ સોસા રહે. મોટીવાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર હાલ રહે. સુરત વાળો હાલ વેળાવદર ગામ તા.ગારીયાધાર હોય જેથી ગારીયાધાર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાના સંક્રમણને લઈને રાજકોટના અધિકારીઓ સાથેની મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક પૂર્ણ, CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

રાજકોટ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. આ બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી રાજ્ય સરકાર પૂરી તાકાત સાથે આ મહામારી સામે કામગીરી કરી રહી છે. આ સાથે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના પ્રયત્નો તથા કોરોના સંક્રમિત દર્દીઓને…

Read More

રાજકોટના જેતપુર માર્કેયાડ ખાતે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું

રાજકોટ,         સૌરાષ્ટ્રના સાવજ, લડાયક અને કદાવર ખેડૂત નેતા અને તમામ સમાજોને સાથે લઈને ચાલનાર નેતા એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે જેતપુર મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત બ્લડ બેંકના લાભાર્થે રક્તદાન કેમ્પ, ‘માં અમૃતમ’ કાર્ડ, કોવીડ-૧૯ માટે આર્યુવેદીક ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ, ધનવંતરી રથ દ્વારા જરૂરીયાતમંદ દર્દિઓને તાવ, શરદી, ઉધરસ વિગેરેની પ્રાથમિક ચકાસણી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ, આ મહા રક્તદાન કેમ્પમાં ૨૦૦ બોટલ રક્ત સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરેલ તેમજ ૪૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને ‘મા અમૃતમ’ કાર્ડનું વિતરણ કરેલ, આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના ડિરેકટર ગોરધનભાઇ…

Read More

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં નવા ૮ કોરોનાના કેશ આવ્યા

છોટાઉદેપુર, તા. ૨૯ જૂલાઇ બપોરે છોટાઉદેપુર જિલ્લામાં કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ૨ છોટાઉદેપુર, ૨ પાવી જેતપુર અને ૧ બોડેલીમાં કેશ નોંધાયા હતા. કોરોનાનાં પરીક્ષણમાં મોકલેલ સેમ્પલમાંથી ૨૦ કેશના રિપોર્ટ આવવાના બાકી હતા જેમાંથી ૮ કેસના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા, જે તમામ રિપોર્ટ કવાંટ તાલુકાના છે. એક સાથે આટલા બધા રિપોર્ટ પોઝીટીવ આવતા કવાંટ તાલુકાના વહીવટી તંત્ર તેમજ પ્રજામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. કવાંટ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૭ કોરોના સંક્રમણના કેશ નોધાયા હતા અને આજે નવા ૮ કેશ કોરોના પોઝીટીવ કેશ આવવાની સાથે કોરોના પોઝિટિવ કેસનો…

Read More

પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગોધરા મામલતદાર કચેરીએ માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

ગોધરા, સમગ્ર દેશ કોરોના જેવા અજગરી ભરડામાં સપડાય રહ્યું છે આરોગ્યશેત્રે પડકાર રૂપ બનેલા કોરોના વાયરસ ના સંક્રમણ ને નાથવા સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યાં છે ત્યારે પંચમહાલ જિલ્લામાં વધી રહેલ કોરોના મહામારી ના કેસ સામે જાગૃતિ બતાવવા અને પ્રજામાં માસ્ક વિતરણ કરી સૌને સુરક્ષિત રહેવાના અભિગમ સાથે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ખાતે પંચમહાલ યુવા કોંગ્રેસ ના પ્રમુખ મિખાઈલ જોસેફ ના માર્ગદર્શન હેઠળ 1000 ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે. અત્યારે કોરોનાનાં…

Read More

ગોધરા શહેર એ. ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧૦,૮૧૦/ના મુદ્દામાલ સાથે પાના પત્તાનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડયા

ગોધરા, પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી.એમ.એસ.ભરાડાનાઓ એ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક ર્ડો.લીના પાટીલનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન તેમજ ના.પો.અધિ.આર.આઇ.દેસાઇનાઓના માર્ગદર્શન મુજબ દારૂ-જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સપેક્ટર એમ.કે.ખાંટ સા.નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. ડી.જી.વહોનીયા તથા ડી – સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ.ડી.જી.વહોનીયા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે મોજ જુની પંચાલ હોસ્પિટલ પાછળ ભોઇવાડા ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઇ પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા સદરહુ જગ્યાએથી કુલ -૪ આરોપીઓને પકડી તેઓની અંગઝડતી તથા દાવ પરથી રોકડા…

Read More

ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે આજ રોજ ડોક્ટર ની ભૂલ ના કારણે ગર્ભ માં જ બાળક નું મૃત્યુ

ધ્રોલ, ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે આજ રોજ ડોક્ટર ની ભૂલ ના કારણે ગર્ભ માં જ બાળક નું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને સરપંચ સંગઠન ના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા. પ્રાપ્તીય વિગત મુજબ ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ના મજૂરી કામ કરતા ભરતસિંહ હરમલસિંહ ના પત્ની સગર્ભા હોય અને રાતે ૩.૩૦ વાગે અચાનક પેટ માં દુખાવો ઉપાડતા તાત્કાલિક ધોરણે લતીપર ખાતે હોસ્પિટલ જતા ત્યાં કોઈ ડોક્ટર હાજર ના હોવા થી ૧૦૮ બોલાવી તેવો ને ધ્રોલ સરકારી હોસ્પિટલ મોકલેલ,…

Read More

લાયન્સ કલબના માધ્યમથી 108 પીપળનું વૃક્ષા રોપણ કાર્યક્રમમાં નગરના આગેવાનો રહ્યા ઉપસ્થિત

થરાદ, થરાદ લાયન્સ કલબ ઓફ થરાદ સિટીના માધ્યમથી હડકવાઈ માતાજીના મંદિર પટ આંગણમાં 108 પીપળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષની માવજત માટે 2100 વૃક્ષ દાતા બની તેઓના હાથે પીપળ વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ અધિકારી સહિત નગરજનો દ્વારા પીપળના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એકસાથે પીપળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીચ સોસાયટીઓ વચ્ચે આવેલું હડકવાઈ માતાજીના મંદિરના પટઆંગણમાં પવિત્ર શ્રાવણ માસમાં પીપળના વૃક્ષોના રોપણ માટેનું મંગળવારે આયોજન કરવામાં આવતાં એક વૃક્ષ રોપણના 2100 રૂપિયાના દાતા બની કુલ…

Read More