ગોધરા શહેર એ. ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧૦,૮૧૦/ના મુદ્દામાલ સાથે પાના પત્તાનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડયા

ગોધરા,

પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી.એમ.એસ.ભરાડાનાઓ એ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક ર્ડો.લીના પાટીલનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન તેમજ ના.પો.અધિ.આર.આઇ.દેસાઇનાઓના માર્ગદર્શન મુજબ દારૂ-જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સપેક્ટર એમ.કે.ખાંટ સા.નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. ડી.જી.વહોનીયા તથા ડી – સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ.ડી.જી.વહોનીયા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે મોજ જુની પંચાલ હોસ્પિટલ પાછળ ભોઇવાડા ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઇ પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા સદરહુ જગ્યાએથી કુલ -૪ આરોપીઓને પકડી તેઓની અંગઝડતી તથા દાવ પરથી રોકડા રૂ .૧૦,૮૧૦ / – નો મુદામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા

Related posts

Leave a Comment