રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી બંને શખ્સો ત્રીજા માળેથી છનન, પોલીસ તંત્રમાં દોડધામ મચી

રાજકોટ, રાજકોટ શહેર કુવાડવાનાં માલિયાસણ ગામ પાસેથી કુવાડવા પોલીસે મુળ ચોટીલાના અને હાલ મોરબી રોડ પર રહેતા હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઈ વાઘેલીયા (ઉ.૩૦) અને વિક્રમ ઉર્ફે વિકીડો મસાભાઈ વાઘેલા (ઉ.૨૫) ની ધરપકડ કરી ૭ મકાન અને કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બંને આરોપીની ધરપકડ દેખાડવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બંને રીઢા તસ્કરોનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોવિડ-૧૯ બિલ્ડીંગનાં આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા. જયાં વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી નાસી છુટતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બંને તસ્કરો હાથ નહીં લાગતા…

Read More

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરને ઝડપી પાડીને ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી 

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર ૨૫ વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લીનક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.43) ને ઝડપી પાડ્યો હતો. આરોપી નીપુ કુમોદરંજન મલીક કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે આરોપી નીપુ મલીકને ઝડપી પાડી જુદા-જુદા સાધનો, દવાઓ, ઈન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા સહિત કુલ.૧૦ હજાર ૨૫૭ રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Read More

રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી, આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર 

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. માટે આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે. જો કે આ અંગે હજુ આયોજકોએ કોઈ ફોડ પાડી નથી. તેઓએ રાજકોટની પ્રજા જોગ એવું જણાવ્યું છે કે ગરબા તો યોજવાના જ છે. કોરોનાની મહામારી કાઈ રાજકોટની પ્રજાને ગરબે ઘૂમતા થોડી રોકી શકે. માટે ગરબા તો ધામધૂમથી યોજવાના જ છે. બસ રાજકોટવાસી ઓએ થોડા સમય રાહ જોવી પડશે. ટૂંક સમયમાં જ રાજકોટવાસીઓ માટે યોજાનાર ગરબાની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે…

Read More