લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ

દાહોદ, ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુ ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ થાય છે વાયસરને ઓળખી તેને કાઢવો. કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવેલી વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે, એટલે કે, તેમાં વાયરસ છે કે કેમ ? તે જાણવા માટે સતત નિગરાની હેઠળ રાખવામાં આવે છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેની મોડેલ નિવાસી શાળામાં આવું એક ક્વોરોન્ટાઇન સેન્ટર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા કુલ ૯૧ પૈકી ૪૬ વ્યક્તિ અહીં છે, તેમનો પોષક અને સ્વાદિષ્ટ આહાર સાથે…

Read More

દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ આઠ દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ ૮ જ રહ્યા છે. ગત તા. ૧૮ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે ૬૦ વર્ષના મધુબેન ભૂલાભાઇ પરમાર, ૬૦ વર્ષીય ભીખીબેન રમણલાલ પરમાર, ૫૬ વર્ષના સુશિલાબેન મફતલાલ પરમાર અને સીમલિયાના ૪૫ વર્ષીય લલીતાબેન કચુ કિશોરી કોરોના પોઝેટિવ જાહેર થયા હતા. ચારેયને સારવારમાં ખસેડાયા હતા. પ્રથમ ત્રણ ક્રમાંકની મહિલાઓને કોવિડ કેર સેન્ટર અને…

Read More

દાહોદમાં કાળાબજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને કલેક્ટરની સૂચના

દાહોદ દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ આ સૂચના આપી છે. આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાનતમાકુની બનાવટની વસ્તુઓની ખરેખર કિંમત કરતા દોઢ કે બમણા ભાવ વસુલવામાં આવે છે. આ વેપારીઓ સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તાલુકા મથકે પોલીસ સહિતના અધિકારીઓની એક ટીમ બનાવી આ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી તેમણે સૂચના આપી…

Read More

વલસાડ જિલ્લામાંથી બીજા ત્રણ દર્દીઓને સિવિલમાંથી રજા અપાઇ

વલસાડ, વલસાડ જિલ્લામાં આજે તા.૨૮/૦૫/૨૦ના રોજ સિવિલ હોસ્‍પિટલમાંથી ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપતાં હોસ્‍પિટલમાંથી રજા આપતાં આજદિન સુધી જિલ્લાના કુલ ૧૩ દર્દીઓ કોવિડ-૧૯ માંથી રીકવર થયા છે. આ ત્રણેય દર્દીઓને હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામના ત્રણેય વ્‍યક્‍તિના સેમ્‍પલ નેગેટીવ આવતાં કોવિડ હોસ્‍પિટલ, સિવિલ-વલસાડ ખાતે સારવાર હેઠળના આજના ત્રણ દર્દીઓ મળી કુલ ૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Read More

રાજકોટ શહેર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત. જળસંચયના કામો ચોમાસા પૂર્વ પુર્ણ કરવા તાકીદ કરાઇ છે : કલેકટર રેમ્યા મોહન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટર આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી ચોમાસા પહેલા કામો ઝડપી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ તકે તેઓએ જન ભાગીદારીવાળા કામો વધુ ને વધુ થાય તે માટે હિમાયત કરી હતી. આ યોજનાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર વિજયભાઈ વોરાએ કામગીરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે. જેમાં ૨૪ જેસીબી, ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૨૫૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા…

Read More