કેશાેદના ગંગનાથપરા 2 માં રહેતી મહિલાનું આકસ્મિત માેત

કેશાેદ, કેશોદ ના ગંગનાથ પર -2માં રહેતી મહિલાનું નામ સવિતાબેન પાેપટભાઇ ચુડાસમા, ઉ.વ. 45 હાેવાનું જાણવા મળ્યું. ચાલું ઇલે.માેટર દરમિયાન અન્ડરગ્રાઉન્ડ ટાંકો વીજ શાેક લાગ્યાનું અનુમાન, બેભાન અવસ્થા મહિલાને 108 મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડાતાં ડાેકટરે કરી માેતની પુષ્ટી, પાેલીસે હોસ્પિટલ કામ કરી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે

રાજકોટ, રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોયે. જે દરમિયાન G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અંતરિયાળ વિસ્તારમાં નાની બાળકી એકલી દુકાન ઉપર માલસામાન લેવા આવેલ. જે જોય તુરંત તેમના ઘરે મોકલાવી દીધેલ છે. આવા વિસ્તારમાં પરપ્રાંતીય મજદૂરો એકલા રહેતા હોય. હાલ આ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ઈસમો રખડતા હોય. આ સંવેદનશીલ વિસ્તારમાં હાલ દુષ્કર્મના કિસ્સાઓ બનેલ હોય. જેની ગંભીરતા સમજી બાળકીના પિતાશ્રી ને હવે પછી નાની બાળકીને એકલી બહાર ન જવાની સમજ કરેલ છે.…

Read More

રાજકોટ શહેરમાં સસ્તા અનાજની ૫૨ દુકાને તાળાં. વિતરણના પ્રથમ દિવસે જ અફડાતફડી બોલી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ પુરવઠા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૨૦૧૨થી એ.પી.એલ–૧ નવા રેશનકાર્ડ અમલમાં આવ્યા છે. અને ત્યારબાદ અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ ૫૨ જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામા આપવાથી અથવા તેમના પરવાના રદ થવાથી આવી દુકાનો બધં છે. વાસ્તવમાં આ અંગેનું લિસ્ટ કલેકટર તત્રં દ્રારા બે દિવસ અગાઉ જાહેર થઈ જવું જોઈએ અને રેશનકાર્ડમાં દર્શાવેલ કઈ દુકાન બધં થઈ છે. અને તેના બદલે હવે સસ્તા અનાજની કઇ દુકાનેથી લોકોને માલ મળશે. તેની સ્પષ્ટ્રતા કરવી જોઈએ. પરંતુ આ ચોખવટ મોડેમોડે કરવામાં આવતા આજે લોકો ભારે હેરાન…

Read More

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ

રાજકોટ, રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ. રાજકોટ શહેરની સ્વચ્છતા જાળવવા માટે ૨૩૧૦ કાયમી તથા ૨૧૦૦ કરાર આધારિત સફાઇ કામદારો અને ૩૨૫ ટીપર વાનના ૬૫૦ કર્મચારીઓ ફરજ પર છે. મોઢા પર માસ્ક પણ ન પહેરયુ હોય, હાથ પર મોજા ન પહેરયા હોય, તેવામાં આપણી સેવા કરતા હોય, રોડ પર પડેલા માસ્ક, ગ્લોઝ, ગંદો કચરો ઉપાડતા હોય આવા સફાઈકર્મીઓ વંદનીય પાત્ર છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરના મેટોડા ઔદ્યોગિક વસાહતના પરપ્રાંતીય શ્રમિકો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો સંવેદનાસભર સંવાદ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સી.એમ. ડેસ્કબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઓટોમોબાઇલ પાર્ટસના ઉત્પાદન સાથે જોડાયેલ ફેક્ટરીમાં કામ કરી રહેલા અને ત્યાંજ વસવાટ કરતા પરપ્રાંતીય કર્મયોગીઓ સાથે સંવાદ કરેલો હતો. મુખ્યમંત્રીએ આ શ્રમિકો માટે ઉદ્યોગોએ કરેલી આવાસ, ભોજન, નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ શ્રમયોગીઓ સાથે સંવાદ કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ બધા જ શ્રમિકોને નિયમિત મેડીકલ ચેકઅપ, સેનેટાઈઝર, માસ્ક, બે ટાઈમનું પુરતું ભોજન વગેરેની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરીને વિગતો મેળવી હતી.…

Read More

ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની એક પ્રશંસનીય કામગીરી…..

જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે તમામ રાજ્યોની સરહદો સીલ કરવામાં આવી છે. ત્યારે 300 જેટલા ગુજરાતીઓ યુપીના અલગ-અલગ વિસ્તારમાં, મથુરા, વૃંદાવન અને ગોકુળમાં, ફસાયા હતા. ત્યારે મુસાફરોની રજૂઆત બાદ આનંદીબેને મદદ કરીને શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશથી રવાના કરી દેવામાં આવ્યા છે અને તે મંગળવાર સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે. જ્યારે ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કોરોના સંકટના સમયમાં ગુજરાતીઓના વાહરે આવ્યા હતા. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

રાજકોટમાં 15 એપ્રિલથી માર્કેટ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે…..

રાજકોટ, જ્યારે રાજ્ય સરકારે 15 એપ્રિલથી માર્કેટ યાર્ડ શરૂ કરવાની સુચના આપી છે. ત્યારે રાજકોટમાં APMC શરૂ કરવાને લઈ યાર્ડ સત્તાધીશો અને કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, કે 15 એપ્રિલથી બેડી માર્કેટ યાર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે રાજકોટના બેડી યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ જણાવ્યું હતું, કે લોકડાઉન નો પણ અમલ થાય અને સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે ખેડૂતોની યાર્ડમાં ભીડ ના થાય તે માટે વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ગામડાઓમાં જઇને જરૂરિયાતવાળા ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવશે. જ્યારે વેપારીઓ અને કમિશન એજન્ટોને તાલુકા લેવલે SDM પાસ ઇસ્યુ…

Read More

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના કોરોના વાયરસનાં પોઝીટીવ કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો…..

રાજકોટ, 13/4/2020 ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાવાયરસ ને લઈને ક્રાઇમ બ્રાન્ચનિ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો થયેલ છે. જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.અને તેમને તમામને ક્યાંથી ચેપ લાગ્યો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી દ્વારા જ બીજા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વરના 9 પોઝિટિવ દર્દીઓની કોલ ડીટેઈલ કાઢતાં આ સમગ્ર ખુલાસો થયો હતો. જ્યારે પ્રથમ દર્દીના સંપર્કમાં આવતા જ આ લોકોને ચેપ લાગ્યો…

Read More

દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું એક દિ’ના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનું મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન

દાહોદ, કોરોના વાયરસ સામેની લડતમાં લોકોની પડખે ઉભા રહી દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કર્યો છે. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ. ૧.૭૮ કરોડનું દાન રાહત ફંડમાં કર્યું છે. ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા શિક્ષકો હંમેશા શિક્ષણ સહિતના લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. એમાંય કોઇ આપત્તિના સમયે પણ શિક્ષકો મહત્વનું યોગદાન આપતા હોય છે. ત્યારે, કોરોના વાયરસની સામેની લડાઇમાં પણ શિક્ષકોએ પાછી પાની કરી નથી. પોતાના એક દિવસના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનો ચેક તાલુકા વાઇઝ આજે મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કરવામાં…

Read More

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ

દાહોદ, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાવા પીવાની હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘની હાકલ પર સારસ્વત બંધુઓ -ભગીનીઓએ માત્ર બે જ દિવસમાં ૨,૦૦,૦૦૦ રૂપિયાનું ઓનલાઈન સ્વૈચ્છિક અનુદાન આપ્યું હતું. લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ડી.કે.હડિયલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને ૧૩૮ રાશન કિટનું વિતરણ કરાયું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘના…

Read More