દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ

દાહોદ,

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાવા પીવાની હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘની હાકલ પર સારસ્વત બંધુઓ -ભગીનીઓએ માત્ર બે જ દિવસમાં ૨,૦૦,૦૦૦ રૂપિયાનું ઓનલાઈન સ્વૈચ્છિક અનુદાન આપ્યું હતું.

લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ડી.કે.હડિયલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને ૧૩૮ રાશન કિટનું વિતરણ કરાયું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર, મહામંત્રી નીતેશભાઈ પટેલ, સંગઠન મંત્રી અર્જુનભાઈ પ્રજાપતિ, લીમખેડા શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ રાકેશભાઈ બારીઆ, મંત્રી શનુભાઈ ભાભોર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળવંતસિંહ રાવત, જિલ્લા સેવા પ્રમુખ મનહરસિંહ પટેલ જોડાયાં હતા.

આ ઉપરાંત દેવગઢ બારિયા તાલુકામાં પીપલોદ તથા કાળીડુંગરી સહિતના ગામોમાં ૧૩૦ જેટલી રાશન કીટનું વિતરણ અધ્યક્ષ કિશનસિંહ કોળી, મહામંત્રી સવજીભાઈ રાઠવા, સંગઠન મંત્રી અશ્વિનસિંહ ઠાકોર, પ્રચાર પ્રમુખ વિપુલકુમાર બારીઆ વગેરેની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું.

દાહોદ તાલુકામાં શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ કાલિદાસ પટેલ, મંત્રી પીન્ટુભાઈ બામણ દ્વારા ૭૦ જેટલી રાશન કીટનું વિતરણ કરાયું હતું. જેમાં જિલ્લા અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નીતેશભાઇ પટેલ પણ જોડાયા હતાં. ધાનપુર તાલુકાના અધ્યક્ષ વિનોદભાઇ પટેલ, મહામંત્રી નરેન્દ્રભાઇ ખાબડ સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં ૫૦ જેટલી રાશન કીટનું વિતરણ કરાયું હતું. તે સિવાય જિલ્લામાં બાકી રહેલા ઝાલોદ, ગરબાડા, ફતેપુરા, સંજેલી વગેરે તાલુકાઓમાં પણ વહેલી તકે ૧૬૨ જેટલી રાશન કિટનું વિતરણ કરાશે.

રીપોર્ટર : વિજય બચાણી, દાહોદ

Related posts

Leave a Comment