દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું એક દિ’ના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનું મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન

દાહોદ,

કોરોના વાયરસ સામેની લડતમાં લોકોની પડખે ઉભા રહી દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કર્યો છે. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ. ૧.૭૮ કરોડનું દાન રાહત ફંડમાં કર્યું છે. ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા શિક્ષકો હંમેશા શિક્ષણ સહિતના લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. એમાંય કોઇ આપત્તિના સમયે પણ શિક્ષકો મહત્વનું યોગદાન આપતા હોય છે. ત્યારે, કોરોના વાયરસની સામેની લડાઇમાં પણ શિક્ષકોએ પાછી પાની કરી નથી. પોતાના એક દિવસના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનો ચેક તાલુકા વાઇઝ આજે મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કરવામાં આવ્યા હતો. શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘ દાહોદ ના હોદ્દેદારોએ આજે જિલ્લા શિક્ષણાધિકારી ડી. બી. પટેલ સાથે આવી કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરને ઉક્ત રકમના ચેક અર્પણ કર્યા હતા. શૈક્ષિક મહાસંઘ દાહોદ તમામ શિક્ષક ભાઈ બહેનો ને અભિનંદન પાઠવે છે.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment