શહેરા પોલીસે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇ મુજબ ડીટેઇન કરેલા વાહનો ને મુકત કર્યા

શહેરા, શહેરા નગરમાં લોકડાઉન દરમ્યાન વગર કામે મોટર સાયકલો તેમજ અન્ય વાહનો લઈ ભટકતા તત્વો સામે પોલીસે લોકડાઉનના ભંગ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરી વાહનો ઝપ્ત કર્યા હતા, જેમાં ઝડપાયેલા વાહનો પૈકી જેને આર. ટી.ઓનો મેમો આપેલ હતો તેવા વાહનોને પોલિસ મથકે કાયદાની જોગવાઈ અનુસાર દંડ લઈ વાહનો છોડવામાં આવ્યા હતા. જેમાં વાહનો છોડાવવા આવેલા લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી તેમજ લોકો લાઈનમાં માસ્ક પહેરીને જ ઉભા રહે તેની કાળજી પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશા અનુસાર લોકડાઉન દરમ્યાન ઝડપાયેલા વાહનોને મુક્ત…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ બે ડોકટરોની ટીમે હેલ્થ ચેકઅપ કર્યું: તમામ રિપોર્ટ નોર્મલ

ગાંધીનગર, રાજ્યમાં કોરોના સંક્રમણ આયોજનબદ્ધ રીતે લડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાના અહેવાલો મળે છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે ડોક્ટર આર કે પટેલ અને ડોક્ટર અતુલ પટેલ એમ બે ડોકટરોની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે ગઈકાલે ગાંધીનગરમાં બેઠક બાદ મોડેથી ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાતના ઉચ્ચ રાજકીય વર્તુળો માટે ગુજરાતભરની પ્રજામાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. આજે વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ…

Read More

રાજકોટ શહેર કોવીડ હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વોશિંગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ સોડિયમ હાયપોક્લોરાઇટ અને પોટેશિયમ મેંગેનેટ જેવા કેમિકલમાં ૨ કલાકથી વધુ સમય રાખી વાઇરસ અને બેક્ટેરિયા જેવા જંતુઓને કિલ કરવામાં આવે છે. રોજના ૧૫૦ થી વધુ ચાદર, બેડશીટ, રૂમાલ, ટુવાલ, કવરની કરાઈ છે રોજ ધોલાઈ આપણા ઘરે પણ બેડશીટ, ઓશિકાના કવર કે ટુવાલ રોજેરોજ ધોવાઈ વપરાશમાં લેવાતા નહીં હોઈ પણ કોવીડ હોસ્પિટલ, રાજકોટમાં એક નિત્યક્રમ જળવાઈ રહે છે. સવાર પડેને પેશન્ટને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓસીકા યુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે. કોરોના વાઇરસ કે બેક્ટેરિયા સહિતના…

Read More

રાજકોટ શહેર પિતાની અંતિમવિધિ પૂર્ણ કરી તુરંત E.M.T. એ ૧૦૮ ની ડયુટી જોઈન્ટ કરી લીધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન વચ્ચે માનવતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે. કોઠારીયા રોડ પર આવેલ ૧૦૮ના પોઇન્ટ પર E.M.T ફરજ બજાવતા કિશનભાઈ છાયાના પિતાનું થયું અવસાન. અવસાન થતાં માત્ર અડધો દિવસમાં પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને ફરજ પર થયા હાજર. કોરોના સામેની જંગમાં મારુ યોગદાન મહત્વનું છે. કિશનભાઇ એ કહ્યું હતું કે પિતાના નિધનને કારણે અધિકારીઓ દ્વારા ૧૦ દિવસની રજા આપી હતી. જે થવાનું હતું તે થઈ ગયું પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ પોતાને મળેલા મોકાથી અન્ય કોઈની જિંદગી બચાવી શકાય તો તેનાથી મોટું કામ નથી. તેવું…

Read More