પીપલોદ ગામના પીવાના પાણીના કૂવા માં દવાની બોટલ, ઇન્જેક્શન સહિત દારૂની બોટલ નાખતા ગ્રામજનોમાં ફફડાટ

પીપલોદ , દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં પીપલોદ ગામને પીવાના પાણી પૂરું પાડતા કૂવામાં સવારના સમયે કોઇ અજાણ્યા ઈસમ દ્વારા કુવાની અંદર પાણીમાં ઇન્જેક્શન, દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી જતા જે બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે દોડી આવ્યા હતા. કૂવામાં જોતા ઇન્જેક્શન પાણીની બોટલો અને દારૂની બોટલો કુવાના પાણીમાં જોવાતા ગામના સરપંચને આ બાબતે જાણ કરતા સરપંચ સ્થળ ઉપર આવી જોતા તે પણ અચંબામાં પડી ગયેલ અને આ બનાવ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે દોડી આવી કૂવામાંના પાણીના સેમ્પલ લઇ…

Read More

રાજકોટની આ મહિલા પોલીસને ‘હિન્દ ન્યુઝ’ ના સલામ…..

રાજકોટ,   જ્યારે ગુજરાતમાં કરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન નો કડક માં કડક અમલ થાય. ત્યારે રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નેહાબેન કણજારીયાને દસ મહિનાની પુત્રીને પોલીસ સ્ટેશનમાં સાથે લઈને ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પતિ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા કોસ્ટેબલ ચેતનાબેન વાલાણી તેમની 14 માસની પુત્રી સાથે લઈને તેજ પોલીસ સ્ટેશનમાં આ બંને મહિલા પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યા છે.     રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા ,રાજકોટ

Read More

રાજકોટમાં શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે…

રાજકોટ, 11/4/2020 જ્યારે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. અને લોકડાઉનને લીધે મજૂરી લોકો મજૂરીએ જઈ શકતા નથી. ત્યારે રોજનું કમાઈને રોજનુ ખાનારા લોકોને ઘર સલાવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સેવાભાવીઓ અને શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ લોકોને વિનામૂલ્યે ભોજન આપવામા આવી રહ્યું છે. જ્યારે ભોજન લેવા આવતા લોકોને માઇક દ્વારા સુચના આપવામાં આવે છે, કે સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે 1ફુટનુ અન્તર રાખવામાં આવે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

માંગરોળ કરપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું

માંગરોળ, કોરોના વાઇરસને મહામારીના કારણે દેશ ભરમાં લાગેલ લોક ડાઉન જાહેર થતા ગરીબ પરિવારના અને વર્ગના લોકોને ધંધા રોજગાર બંધ થતા હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે તાલુકાના અન અલગ અલગ ગામોમાં લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ની કીટ વિતરણ કરવામાં આવેલ. માંગરોળ તાલુકાના ઠેલાણા પાંડલ નજીક રહેતા દેવીપૂજક લોકોને માનખેત્રા રહેતા ફકીર સમાજ પરિવારને તેમજ માત્રી વિસ્તારોમાં રહેતા પરીવારને કરપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જીતુ પરમાર તેમજ સરપંચ કાનભાઈ વડલી દ્વારા અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ. રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ

Read More

રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ ની આગેવાની હેઠળ આજરોજ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન ને રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવામાં આવેલ છે. આ તકે એસોશિએશનના પ્રમુખ અરવિંદભાઈ શાહ, મહામંત્રી સંજયભાઈ દવે, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સખીયા તેમજ સંસ્થાના ખજાનચી કલ્પેશભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ નો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા,      દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી ની યુવરાજસિંહ  ૧૧/૦૪/૨૦૨૦ ના રોજ જન્મદિવસ છે. જેવો નાનકડા એવા આરંભડા ગામ ના રહેવાસી છે. આ અગાઉ પણ ભાજપમાં એમને શરૂઆત વોર્ડ નંબર છના બુથ પ્રમુખ થી શરૂઆત કરેલ, જામનગર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવેલ ઓખા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ છેલ્લા ચાર વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એવા ભાજપના ઉત્સાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહામંત્રી ને જન્મદિવસની શુભકામનાઓ.…

Read More

રાજકોટ શહેર ડુપ્લીકેટ પોલીસ ને પકડી પાડતી રાજકોટ શહેર S.O.G.

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકડાઉન નુ સારી રીતે પાલન થાય તે માટે આપેલ સુચના માગૅદશેન મુજબ S.O.G ટીમના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મનરૂપગીરી ગોસ્વામી તથા હિતેશભાઈ રબારી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા નાઓ પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી થી જુના માકૅટીગ યાડૅ તરફ જતા રસ્તા ઉપરથી આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ઉ.૨૩ રહે. રાજકોટ પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓડખ આપી વાહન ચેકીંગ કરતો હોય. જેને પકડી પાડી આરોપી વિરુદ્ધ I.P.C. કલમ. ૧૭૦.૧૭૧ મુજબ નો ગુનો બી.ડિવિઝન પોલીસ ખાતે દાખલ કરી. આરોપીની આગળની તપાસ હાથ ધરેલ…

Read More

રાજકોટમાં અનાજનો જથ્થો લઈને પહોંચી વેગનની ચોથી ટ્રેન…..

રાજકોટ, જ્યારે રાજ્ય સરકારે APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે રેશનકાર્ડ ધારકોને અનાજ પૂરતુ મળી રહે તે માટે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા છેલ્લા પંદર દિવસમાં 42 વેગન અનાજનો જથ્થો રાજકોટમાં મોકલવામાં આવ્યો હતો.   જ્યારે ત્રણ ટ્રેનમાં 7800 મેટ્રિક ટન ચોખા, 2630 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જ્યારે પંજાબથી ઘઉં અને ચોખાનો જથ્થો રાજકોટ ટ્રેન મારફતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે ચોથી ટ્રેનમાં અંદાજિત 2730 મેટ્રિક ટન અનાજનો જથ્થો આવ્યો હતો અને તે ભારતીય…

Read More

રાજકોટમાં ફરી એક દર્દીએ કોરોનાને આપી મ્હાત…..

રાજકોટ, 10/4/2020 જ્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જીતેન્દ્ર સાવલિયા કોરોના થી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. જ્યારે તેમને ૨૭ માર્ચથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે તે સ્વસ્થ થતા તેમને ઘરે જવા માટે આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાને પાંચ વ્યક્તિએ મ્હાત આપી ચૂક્યા છે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગ્રામસેવકો માટે વીમા કવચ ની માંગણી કરી છે

થરાદ,  કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ તથા વિવિધ કર્મચારીઓ ને વીમા કવચ આપ્યું છે, ત્યારે થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગ્રામસેવકો માટે પણ વીમા કવચ ની માંગણી કરી છે. ગુજરાત મા અત્યારે રવિ પાકનું કટિંગ ચાલુ છે ત્યારે ગ્રામ સેવકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ પણ ગ્રામકક્ષા કામગીરી કરતા હોવાના કારણે પૂર્ણ ભય રહેતો હોય છે. માટે આવી મહામારી વચ્ચે ફરજ બજાવતા હોવાથી તમને પણ વીમા…

Read More