રાજકોટ શહેર જંગલેશ્વરમાં આવશ્યક વસ્તુઓ પુરી પાડવા રેવન્યુ-મનપાનાં કર્મીઓને ફરજ સોંપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્ર્વર વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડવા રેવન્યુ તેમજ મહાપાલિકાના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત મહાપાલિકા અને પોલીસ વિભાગે ખાસ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જેમાં અધિકારી અને કર્મચારી શિફટ વાઈઝ ફરજ બજાવી રહ્યાં છે. રાજકોટનો રેડ ઝોન એવા જંગલેશ્વર વિસ્તારમાં કફર્યુ જાહેર થઈ ગયો છે. આ દરમિયાન સ્થાનિકોને હિલચાલ ઉપર પાબંધી મુકાઈ ગઈ હોય. જીવન જરૂરીયાતની ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે કલેકટર તંત્ર દ્વારા તલાટીઓ નાયબ મામલતદાર તેમજ મામલતદારને ફરજ સોંપવામાં આવી છે. સાથો સાથ મહાપાલિકા દ્વારા પણ પોલીસ…

Read More

રાજકોટ શહેર જ્યોતિ C.N.C. વાળા પરાક્રમસિંહ જાડેજા દ્વારા કલકેટરને અપાયું પ્રથમ મશીન

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના સિવિલ હોસ્પિટલ માટે અપાયું ધમણ વેન્ટિલેટર મશીન. આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર મશીન કરશે કામ. રાજકોટ જિલ્લા કલેકટરના સૂચનથી જ્યોતિ C.N.C. વેન્ટિલેટર દ્વારા નું ઉત્પાદન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સ ઉપસ્થિતિમાં શનિવારે કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનને પ્રતીક રૂપે દમણ.૧ વેન્ટિલેટર જ્યોતિ C.N.C.ના C.E.O. પરાક્રમસિંહ જાડેજાએ અર્પણ કર્યું હતું. જે રાજકોટની કોવીડ હોસ્પિટલને સુપરત કરાશે. કંપનીના સ્થાપક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દમણ.૧ વેન્ટિલેટર મશીન I.C.U. ગ્રેડ વેન્ટિલેટર છે. જે કમ્પ્રેસર બેઝડ ટેકનોલોજી આધારિત કામ કરે છે. આ…

Read More

કેશોદ ના યુવા જાગૃત વ્યાપારી એ કેશોદ ના જરૂરિયાત મંદ લોકોને રાસન કીટ નું વિતરણ કર્યું

કેશોદ, કેશોદ ના જાગૃત નાગરિક એવા ભારત કોમ્યુનિટી હોલ ના માલિક મુકેશ ભાઈ ને પણ લોકડાઉન સમય માં ફરી વધારો કરવામાં આવ્યો, ત્યારે તેમને ગામ ના જરૂરિયાત મંદ પરિવારો ની ચિંતા કરી અને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમના દ્વારા આજરોજ 100 જેટલી રાસન કીટ નું વિતરણ કરાયું પ્રથમ લોકડાઉન ના ટાઈમે પણ તેના તરફ થી ગરીબી રેખા નીચે આવતા પરિવારો ને રાસન કીટ વિતરણ કરેલ હતું અને હજી પણ કેશોદ માં લોક ડાઉન સમય માં કોઈ પણ ટાઈમે લોકો ને જુર જણાશે ત્યારે સહકાર આપતા રહેશે. લોકડાઉન…

Read More

રાજકોટ શહેર કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાંથી પરિવાર ભાગ્યો, શરદી ખાંસીવાળો બાળક મળ્યો, માતાપિતા લાપતા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ ગોંડલ નેશનલ હાઇવે માર્કેટયાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટથી આવેલ બાળક મળી આવતા પોલીસ અને સેવાભાવી ઘટના સ્થળે દોડી ગયા અને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટયાર્ડ માલધારી હોટલ પાસે શાહરુખ ઇસ્માઇલભાઈ ફકીર ઉ.૧૦ શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવતા સી.ટી. પી.એસ.આઇ. બી.એલ.ઝાલા. પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રષ્ટનાં પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાહિતનાઓ દોડી ગયા હતા. દરમ્યાન શાહરુખે પોલીસને જણાવ્યું હતું કે, પોતે માતા પિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફિટ કરવામાં આવેલા પતરાને કૂદીને…

Read More

જ્યોતિ CNCએ રાજકોટ કલેક્ટરને પ્રથમ ધમણ વેન્ટિલેટર મશીન અર્પણ કર્યું

રાજકોટ, જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટની જયોતિ CNS એ વેન્ટિલેટર મશીન બનાવવામાં આવ્યું હતું અને તે કાલે પ્રથમ ધમણ વેન્ટિલેટર મશીન કલેકટરને અર્પણ કર્યું. જ્યારે પ્રથમ ધમણ વેન્ટિલેટર મશીન રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે અપાયુ અને જ્યારે આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર મશીન કામ કરશે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં હાલમાં કર્ફ્યુ લાગુ છે, ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાજકોટ, તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં હાલમાં કર્ફ્યુ લાગુ છે. તે વિસ્તારમાંથી આજી નદીના પટમાં થઈને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ G.I.D.C. વિસ્તારમાં આવી શકાય તેમ હોય. જે જગ્યાએથી કોઈ પણ ઈસમ વિસ્તાર બહાર ભાગી અને બીજા વિસ્તારમાં જતા ના રહે તે માટે આ નદીના પટમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જે.સી.પી. ખુર્શીદ એહમદ ના માર્ગદર્શનથી ડી.સી.પી. ઝોન.૧ રવિ મોહન સૈની, એ.સી.પી. એચ.એલ.રાઠોડ તથા પી.આઇ. જી.એમ.હડીયા પી.એસ.આઇ. જાદવ તેમજ ઘોડેસવારો દ્રારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

જે.પી.ગુપ્તા, ચીફ કમિશ્નર, ગુજરાત દ્વારા COVID19 ની મહામારીને પહોંચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં તૈયાર કરાયેલ ૧૦૦-૧૦૦ બેડની બે COVID હોસ્પિટલની મુલાકાત

જામ ખંભાળિયા, તા.૧૯/૦૪/૨૦૨૦ના રોજ જેપી.ગુપ્તા, ચીફ કમિશ્નર (સ્ટેટ ટેક્ષ), ગુજરાત દ્વારા COVID19 ની મહામારીને પહોંચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકામાં તૈયાર કરાયેલ ૧૦૦-૧૦૦ બેડની બે COVID હોસ્પિટલ (જનરલ હોસ્પિટલ, ખંભાળિયા અને સાકેત હોસ્પિટલ, ખંભાળિયા)ની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન બન્ને હોસ્પિટલોનું સંપૂર્ણ અવલોકન કરી COVID19 ના કેસોના મેનેજમેન્ટ માટે હોસ્પિટલ અને સ્ટાફની તૈયારીઓની ચકાસણી કરેલ તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા અને દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા કરેલ તૈયારીની પ્રસંશા પણ કરી.   રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા 

Read More

રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીના પોલીસ સંરક્ષકો સાથે મિટિંગ કરી જંગલેશ્વરમાંથી કોઈ ઈસમો આવે તો જાણ કરવા વિનંતી

રાજકોટ, તા.૧૮.૪.૨૦૨૦ ના આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ ડી.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ એ.સી.પી. ગેડમ તથા પો.ઇન્સ.જે.વી.ધોળાની આગેવાનીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિસ્તારના આવેલ અલગ અલગ સોસાયટીના પોલીસ સંરક્ષકો સાથે મિટિંગ કરી આપણા વિસ્તારમાં કોરોના વાયરસથી પ્રભાવિત તેમજ બિનજરૂરી બહાર નીકળવું નહીં. જંગલેશ્વર તથા બીજા અન્ય વિસ્તારમાંથી કોઈ ઇસમ આવી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની તેમજ જંગલેશ્વર તથા બીજા વિસ્તારમાંથી આવેલા લોકોને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે. જો કોઈ લોકો આવા લોકોને આશરો આપેલા નું જણાઇ આવશે તો તેવા લોકો વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય…

Read More

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબ ની સૂચનાથી આજરોજ ડિ.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં એ.સી.પી. પી.કે.દિયોરા તથા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તેમજ વિસ્તાર બહારથી આવેલા કોઈ લોકોને આશરો ન આપવાં સમજ કરવામાં આવી છે. તેમજ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી કોરોના વાયરસ સામેની આ લડાઇમાં પોલીસ તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર તત્વોને પાઠ ભણાવાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં ગઈકાલે લોકડાઉન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બંદોબસ્તમાં રહેલ પોલીસ સાથે બોલાચાલી કરવાને પગલે ગરમાયેલ મામલા બાદ પોલીસે આજે ઘટનાસ્થળે લઈ જઈને આરોપીને પાઠ ભણાવ્યા હતા. મળી રહેલા અહેવાલો મુજબ, પ્રદ્યુમનનગર પોલીસે ગઈકાલે પોલીસના કાર્યમાં વિક્ષેપ નાખનાર આરોપીઓને ઝડપી લીધા બાદ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. અને આરોપીઓને પાઠ ભણાવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More