રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબ ની સૂચનાથી આજરોજ ડિ.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં એ.સી.પી. પી.કે.દિયોરા તથા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તેમજ વિસ્તાર બહારથી આવેલા કોઈ લોકોને આશરો ન આપવાં સમજ કરવામાં આવી છે. તેમજ વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી કોરોના વાયરસ સામેની આ લડાઇમાં પોલીસ તંત્રને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment