રાજકોટ શહેર જંગલેશ્વરમાં આવશ્યક વસ્તુઓ પુરી પાડવા રેવન્યુ-મનપાનાં કર્મીઓને ફરજ સોંપાઈ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્ર્વર વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડવા રેવન્યુ તેમજ મહાપાલિકાના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત મહાપાલિકા અને પોલીસ વિભાગે ખાસ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જેમાં અધિકારી અને કર્મચારી શિફટ વાઈઝ ફરજ બજાવી રહ્યાં છે. રાજકોટનો રેડ ઝોન એવા જંગલેશ્વર વિસ્તારમાં કફર્યુ જાહેર થઈ ગયો છે. આ દરમિયાન સ્થાનિકોને હિલચાલ ઉપર પાબંધી મુકાઈ ગઈ હોય. જીવન જરૂરીયાતની ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે કલેકટર તંત્ર દ્વારા તલાટીઓ નાયબ મામલતદાર તેમજ મામલતદારને ફરજ સોંપવામાં આવી છે. સાથો સાથ મહાપાલિકા દ્વારા પણ પોલીસ વિભાગની સાથે રહી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલમાં શિફટવાઈઝ રાઉન્ડ ધ કલોક અધિકારી-કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. જેમાં આસી. મ્યુનિ.કમિશનર સમીર ધડુક આસી. મેનેજર કૌશિક ઉનાવા, આસી. મ્યુનિ. કમિશનર એચ.ડી.કગથરા, આસી મેનેજર જસ્મીન રાઠોડ,  આસી. મેનેજર ડી.એલ.કાથરોટીયા, આસી. મેનેજર હરેશ લખતરીયાને કંટ્રોલરૂમની ડયુટી સોંપવામાં આવી છે. આ સાથે જંગલેશ્ર્વર વિસ્તારમાં અનાજ, કરીયાણુ, દૂધ, શાકભાજી સહિતનો પુરવઠો તેમજ અન્ય પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે અલગ અલગ પાંચ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં આસી. મેનેજર આર.એ.ગામેતી, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેર દિપ્તીબેન અગારીયા, એડી.આસી.એન્જી. મહેશ પ્રજાપતિ, આસી. મેનેજર, વી.એચ.પટેલ કોમ્યુનિ.ઓર્ગેનાઈઝર ટી.બી.જાંબુકીયા, ચેતનાબેન ચોટલીયા, આસી. મેનેજર વી.આર.મહેતા, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર આર.એ.મુનિયા, સોનલબેન ગોહેલ, આસી. મેનેજર એમ.ડી.ખીમસુરીયા, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર નયનાબેન કાથડ, ટેકસ ઈન્સ. જે.કે.જોષી, આસી. મેનેજર એ.આઈ.વોરા, કોમ્યુનિટી મેનેજર મનીષબેન ગોહેલ, જુનિયર કલાર્ક જગદીશભાઈ ખુંટને ફરજ સોંપવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment