રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના સિવિલ હોસ્પિટલ માટે અપાયું ધમણ વેન્ટિલેટર મશીન. આજથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર મશીન કરશે કામ. રાજકોટ જિલ્લા કલેકટરના સૂચનથી જ્યોતિ C.N.C. વેન્ટિલેટર દ્વારા નું ઉત્પાદન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સ ઉપસ્થિતિમાં શનિવારે કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનને પ્રતીક રૂપે દમણ.૧ વેન્ટિલેટર જ્યોતિ C.N.C.ના C.E.O. પરાક્રમસિંહ જાડેજાએ અર્પણ કર્યું હતું. જે રાજકોટની કોવીડ હોસ્પિટલને સુપરત કરાશે. કંપનીના સ્થાપક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દમણ.૧ વેન્ટિલેટર મશીન I.C.U. ગ્રેડ વેન્ટિલેટર છે. જે કમ્પ્રેસર બેઝડ ટેકનોલોજી આધારિત કામ કરે છે. આ મશીનના નિર્માણમાં જ્યોતિ C.N.C. અને R.H.P. મેડિકલ ટીમ બંને સાથે મળીને વેન્ટિલેટર મેન્યુફેક્ચરિંગનુ કામ શરૂ કરાયું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ