કેશોદ,
કેશોદ ના જાગૃત નાગરિક એવા ભારત કોમ્યુનિટી હોલ ના માલિક મુકેશ ભાઈ ને પણ લોકડાઉન સમય માં ફરી વધારો કરવામાં આવ્યો, ત્યારે તેમને ગામ ના જરૂરિયાત મંદ પરિવારો ની ચિંતા કરી અને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમના દ્વારા આજરોજ 100 જેટલી રાસન કીટ નું વિતરણ કરાયું પ્રથમ લોકડાઉન ના ટાઈમે પણ તેના તરફ થી ગરીબી રેખા નીચે આવતા પરિવારો ને રાસન કીટ વિતરણ કરેલ હતું અને હજી પણ કેશોદ માં લોક ડાઉન સમય માં કોઈ પણ ટાઈમે લોકો ને જુર જણાશે ત્યારે સહકાર આપતા રહેશે.
લોકડાઉન ના લીધે બહાર નથી નીકળી શકતા ને જેમ ની પાસે સગવડ પણ નથી તેવા પરિવારો ને મુકેશ ભાઈ દ્વારા સહકાર આપી અને જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવેલ હતું.
રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ