રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ ગોંડલ નેશનલ હાઇવે માર્કેટયાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટથી આવેલ બાળક મળી આવતા પોલીસ અને સેવાભાવી ઘટના સ્થળે દોડી ગયા અને બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટયાર્ડ માલધારી હોટલ પાસે શાહરુખ ઇસ્માઇલભાઈ ફકીર ઉ.૧૦ શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવતા સી.ટી. પી.એસ.આઇ. બી.એલ.ઝાલા. પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રષ્ટનાં પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાહિતનાઓ દોડી ગયા હતા. દરમ્યાન શાહરુખે પોલીસને જણાવ્યું હતું કે, પોતે માતા પિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફિટ કરવામાં આવેલા પતરાને કૂદીને ટ્રકમાં બેસી ગોંડલ રેલવે સ્ટેશન આવ્યા હતા. તેના પિતા દારૂ પીવાની ટેવવાળા હોય ઢોર મારમારી કાઢી મુક્યો હતો. બાળકનાં જંગલેશ્વર વિસ્તારના પતરા કૂદીને બહાર નીકળવાની વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સાથે જ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. ગોંડલમાં બે દિવસથી ફરી રહેલા તેના માતાપિતાની શોધ શરૂ કરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ