મોરબીમાં નવા ડીવાયએસપી તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક

મોરબી,

મોરબીમાં નવા ડીવાયએસપી તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક કરાઈ. મોરબીના ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરીની સુરતના ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ થતાં મોરબી ડીવાયએસપીની પોસ્ટ ખાલી થયેલ. જેમાં આજે મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક કરવામાં આવી. ગૃહ વિભાગ દ્વારા જીપીએસસી પાસ કરી જુદી જુદી જગ્યાએ માં રહેલા ૧૯ જેટલા ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીના ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરીને સુરતમાં ગ્રામ્ય પોલીસ તરીકે નિમણુંક કરાઈ છે. જ્યારે કચ્છ પૂર્વ ગાંધીધામમાં પ્રોફેશનલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાધિકા ભરાઈને મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવી છે.

 

રિપોર્ટર : કાલાભાઈ પાચીયા, મોરબી 

Related posts

Leave a Comment