રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના ચેરમેનશ્રી કાનગડની યાદીમાં જણાવાયું છે કે, હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવું જરૂરી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, લોકો પોતાની રોજીંદી જીવન જરૂરિયાતની શાકભાજી, ફ્રુટ વિગેરે છુટક ફેરિયા પાસેથી ખરીદી કરે છે. આ ફેરિયાઓ દુર સુધીના વિસ્તારમાંથી અને સામાન્ય રીતે પછાત વિસ્તારમાંથી શાકભાજી વેચવા આવતા હોય છે. પોતાના ધંધાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે. ગુજરાતના અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં શાકભાજીના ફેરિયાઓમાં…
Read MoreDay: April 21, 2020
રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર હોવા છતા બહાર નિકળતા લોકોને પોલીસ દ્વારા સઘન તપાસ
રાજકોટ, રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર થયેલ છે. જેના અનુસંધાને જંગલેશ્વર હોટસ્પોટ જાહેર કર્યા છે. તેમજ રાજકોટ શહેરમાં હાલ વાહનોની અવરજવર જોવા મળી હતી. રાજકોટ શહેર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન.૨ મનોહરસિંહજી જાડેજા, ટ્રાફિક પી.આઇ. ઝીલરીયા, પી.એસ.આઇ. બોરીસાગર દ્વારા કોટેચા ચોક ખાતે ચેકીંગ કરવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને કોરોના નુ હોટસ્પોટ જંગલેશ્વરમાં પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે
રાજકોટ, રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ “કર્મ એ જ સાચો ધર્મે છે” દિવ્યાંગ હોવા છતાં મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ. આ શબ્દો છે ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન જાદવના જે રાજકોટ શહેરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલું જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે. કોરોનાને હંફાવવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે.…
Read Moreરાજકોટ શહેર ઉદ્યોગોમાં શરતોનું પાલન થાય છે કે નહીં તે તપાસવા ૧૨ ટીમોને મેદાનમાં ઉતારતા કલેકટર
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં ગઈકાલથી ઉદ્યોગોને શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યસરકારના આદેશને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ઉદ્યોગોને શરૂ કરવા સંદર્ભે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક યોજીને તેઓના સૂચન પણ મેળવ્યા હતા. અને તેઓને મૂંઝવતા પ્રશ્નો પણ સાંભળ્યા હતા. વધુમાં ઉદ્યોગકારોની સરળતા માટે ઉદ્યોગોને શરૂ કરવાની સરળ વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી. જે મુજબ ઉદ્યોગકારોએ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે માત્રને માત્ર બાહેંધરી પત્રક ભરીને તેની એક નકલ પોતાની પાસે જ્યારે બીજી નકલ એસોસિએશન અથવા પ્રાંત અધિકારીને મોકલવાની રહેશે. માત્ર બાહેંધરી પત્રક ભરવાથી…
Read Moreગઢડા તાલુકામાં સેનેટરાઈઝર નો છટકાવ કરવામાં આવ્યું
ગઢડા, સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે . સમગ્ર વિશ્વ ત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. આજે ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં સેનેટરાઈઝર કરવામાં આવ્યો હતો . જેમાં ગામમાં તમામ મુખ્ય બજારો, ખાધી કાર્યાલય રોડ, સરકારી દવાખાના અંદર, ગલ્સ હાઈસ્કુલ રોડ, મસ્જિદ વાળી શેરી, કેન્દ્ર વતી શાળા, પાણી ના ટાંકા પાસે, આખા ઢસા જંકશન માં સેનેટરાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યું. સાથે ગામના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી તમામ ગ્રામજનોને…
Read Moreરાજકોટ શહેરની ખ્યાતનામ સ્કૂલની શિક્ષિકા પર વેપારીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ શિક્ષિકા આરોપીના બાળકોને અભ્યાસ કરાવે છે. શહેરની સેન્ટમેરી સ્કૂલની શિક્ષિકા પર આરોપીએ સતત એક વર્ષ સુધી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં શિક્ષિકાએ લગ્નની જીદ પકડતા આરોપીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આરોપીના જોડિયા બાળકોને શિક્ષિકા હોમવર્ક કરાવતી હતી. ૨૯ વર્ષીય શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં ભૂતખાના ચોકમાં અરિહંત ડિસ્ટ્રિબ્યૂટર નામે દવાનો વ્યવસાય કરતા દિવ્યેશ જાટકિયાનું નામ આપ્યું છે. ફરિયાદ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં પીડિતાની મુલાકાત આરોપી સાથે થઈ હતી. આરોપીના બંને જોડિયા બાળકો શિક્ષિકાના ક્લાસમાં…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ એ કરી પ્રેસ કોંફરન્સ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ જિલ્લામાં ૧૨૦૦ કીટ મળી. રાજકોટ શહેરને ૬૦૦ કીટ મળેલ છે. રેપીડ ટેસ્ટમાં સિધો જ કોરોના ટેસ્ટ થશે. કાલ થી રેપીડ ટેસ્ટ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. માત્ર ૧૫ મિનિટમાં કીટ દ્વારા કોરોનાનું રીઝલ્ટ આવશે. લક્ષણો જણાશે તેનો જ ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર માં માત્ર ૭ જેટલી શેરીઓમાં જ કેસો સામે આવ્યા છે. રાજકોટના લોકોનો સારો સહકાર મળી રહ્યો છે. કર્ફયુ વિસ્તારમાં પણ સારો સહકાર મળી રહ્યો છે. સારવાર હેઠળ ૨૮ લોકો છે. તમામ સ્ટેબલ છે. ૧૧ દિવસની નાની બાળકી પણ સ્ટેબલ છે. હું…
Read Moreમંત્રી હકુભા જાડેજા સર્વ ખેડૂતો ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ
જામખંભાળીયા, રાજયના મંત્રી હકુભા જાડેજાની ભલામણથી ભાતેલ ગામેનાં ખેડુતો દ્વારા પી.એમ. ફંડમાં બે લાખ એકાવન હજાર રૂપિયાનો ચેક દેવભુમિ દ્વારકા ના પ્રમુખ પી.એસ.જાડેજા ની આગેવાનીમાં જીલ્લા કલેક્ટર ને ચેક અર્પણ કરેલ છે. હકુભા જાડેજા દ્વારા સર્વ ખેડૂતો ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ છે. રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, જામ ખંભાળિયા
Read Moreરાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં કાલથી ઘઉંની હરરાજી શરૂ, પ્રથમ ૫૦ ખેડૂતોને બોલાવાશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના સંક્રમણને રોકવા આવતીકાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક માત્ર ઘઉંની હરરાજી શરૂ કરવામાં આવનાર છે. જેથી એકી સાથે વેપારીઓ ખેડુતો ઉમટે નહિ. અગાઉ ખેડુતોના રજીસ્ટ્રેશન કરાયાબાદ કાલથી ક્રમ અનુસાર ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૫૦-૫૦ ખેડુતોને બોલાવાશે અને સવારે ૯ વાગ્યાથી હરરાજી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે ૨૦૦૦ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે. અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ જ રહેશે. એક બાજુ કોરોનાની મહામારી અને ખેડુતોનો તૈયાર પાક જે ઘરમાં પડેલો હોય તેનું વેચાણ થઈ શકે તે માટે કાલથી પ્રથમ ઘઉંની હરરાજી કરવામાં આવશે.…
Read Moreએકી સાથે નવ રો માં આગ લાગતાં નિરાધાર બનેલ પરિવારો ને અનાજ ની કીટ નું વિતરણ
ડેડીયાપાડા, ડેડીયાપાડા તાલુકાના ગિચડ ગામ માં ભર બપોરે ૧ વાગ્યા ના સુમારે ભીષણ આગ માં એકી સાથે નવ ઘર આગ માં બળી ને ખાખ થતાં તમામ ઘરવખરી નો સામાન બળી ગયો હતો.કોરોના ની મહામારી અને એક બાજુ ઘરો માં આગ લાગતાં તમામ પરિવારો પર દુઃખ નું આભ ફાટ્યું ત્યારે જિલ્લા પ્રમુખ દામા ભાઈ વસાવા ,માજી તાલુકા પ્રમુખ દેવજી ભાઈ વસાવા ,જાતર ભાઈ વસાવા,દેડીયાપાડા ડેપ્યુટી સરપંચ પંકજ ભાઈ વસાવા તરફ થી તમામ ઘરો માં અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું. રિપોર્ટર : વિશાલ પટેલ, ડેડીયાપાડા
Read More