રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ જિલ્લામાં ૧૨૦૦ કીટ મળી. રાજકોટ શહેરને ૬૦૦ કીટ મળેલ છે. રેપીડ ટેસ્ટમાં સિધો જ કોરોના ટેસ્ટ થશે. કાલ થી રેપીડ ટેસ્ટ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. માત્ર ૧૫ મિનિટમાં કીટ દ્વારા કોરોનાનું રીઝલ્ટ આવશે. લક્ષણો જણાશે તેનો જ ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર માં માત્ર ૭ જેટલી શેરીઓમાં જ કેસો સામે આવ્યા છે. રાજકોટના લોકોનો સારો સહકાર મળી રહ્યો છે. કર્ફયુ વિસ્તારમાં પણ સારો સહકાર મળી રહ્યો છે. સારવાર હેઠળ ૨૮ લોકો છે. તમામ સ્ટેબલ છે. ૧૧ દિવસની નાની બાળકી પણ સ્ટેબલ છે. હું પણ મુન્નાબાપુ ને મળ્યો હતો. પણ માસ્ક પહેર્યું હતું. આપણે જેટલી સાવચેતી રાખીશું તેટલો ફાયદો થશે. આમ રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલએ પ્રેસ કોંફરન્સ માં જણાવ્યુ.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ