ડેડીયાપાડા,
ડેડીયાપાડા તાલુકાના ગિચડ ગામ માં ભર બપોરે ૧ વાગ્યા ના સુમારે ભીષણ આગ માં એકી સાથે નવ ઘર આગ માં બળી ને ખાખ થતાં તમામ ઘરવખરી નો સામાન બળી ગયો હતો.કોરોના ની મહામારી અને એક બાજુ ઘરો માં આગ લાગતાં તમામ પરિવારો પર દુઃખ નું આભ ફાટ્યું ત્યારે જિલ્લા પ્રમુખ દામા ભાઈ વસાવા ,માજી તાલુકા પ્રમુખ દેવજી ભાઈ વસાવા ,જાતર ભાઈ વસાવા,દેડીયાપાડા ડેપ્યુટી સરપંચ પંકજ ભાઈ વસાવા તરફ થી તમામ ઘરો માં અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું.
રિપોર્ટર : વિશાલ પટેલ, ડેડીયાપાડા