જામખંભાળિયામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું……..

જામખંભાળિયા , પોલીસ સ્ટાફ દ્વારા બાલમુકુંદ પાંજરાપોળ તેમજ સુરક્ષા સેતુ મીઠાપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં 555 રકતદાતાઓએ રક્તદાન કરેલ હતું.  કોરોનની આ મહામારી માં આયોજકે તેમજ રક્તદાતાશ્રીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ કાર્યક્રમ કરેલ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા દ્વારકા જિલ્લાના મહામંત્રી યુવરાજસિંહએ દેખરેખ રાખી ભારી જેહમત ઉઠાવી હતી . રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા , બ્યુરોચીફ જામખંભાળિયા 

Read More

રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યાને અનુલક્ષીને જીવન જરૂરીયાત સીવાયની દુકાનો બંધ રાખવા રાજય સરકારનો નિર્ણય- કલેકટર રૈમ્યા મોહન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. લોકડાઉન હળવું કરવા અંગે અને દુકાનો ખોલવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વખતો વખત જાહેરનામા બહાર પાડ્યા બાદ ગુજરાતમાં દુકાનો ખોલવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાબતે વિગતો આપતાં કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું છે. કે…

Read More

રાજકોટ શહેર માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ

  રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા રાજકોટ દ્વારા મહાત્મા પ્રવિણાબાઈજી, સૂમીતાબાઈજી, સૂગીતાબાઈજી, મનીષાબાઈજી, માનવ સેવા દળ, યુવા સંગઠનના સહયોગથી કોરોના વાયરસની વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ શહેરના અટીકા વિસ્તારમાં રેહતા અનેક જરૂરિયાતમંદ લોકોને અનાજ તથા શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવેલ છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર જે વ્યક્તિને ૭ દિવસથી તાવ, શરદી, ઉધરસ હોય તેનો રેપિડ ટેસ્ટ થશે, લોહીનું એક ટીપું મુકે એટલે ૧૫ મિનિટમાં પરિણામ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રેપિડ ટેસ્ટ કીટ દ્વારા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ ૧૦૦ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ કેવી રીતે થાય છે. અને કોને કરવામાં આવે છે. તે અંગે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે. જેમાં ૭ દિવસ સુધી કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ હોય તેને રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ વાઇરસગ્રસ્ત બને છે. ત્યારે તેના શરીરમાં વાઇરસ સામે લડવા માટે એન્ટી બોડી બને છે. રેપિડ ટેસ્ટમાં આ જ એન્ટી બોડીને શોધવામાં આવે છે.…

Read More

ગઢડા તાલુકાના 25-04-2020 થી ઢસા જંકશનમા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાનમા અનાજ વિતરણ

ગઢડા તાલુકાના (ઢસા જંકશન) 25-04-2020 થી ઢસા જંકશન મા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાન મા અનાજ વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે તેમજ દુકાન માલિક ભરતભાઈ કટારીયા તેમજ જી.આર.ડી. સ્ટાફ પણ જવાબદારી પૂર્વક નિયમ નું પાલન કરી રહ્યા છે. ગ્રાહક શાંતિ પૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે તેમજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાળ માથી મળેલ રાશન લઈ જઇને ખુશી વ્યક્ત કરી રહયા છે. રિપોર્ટર : આસીફ રવાણી, ઢસા 

Read More

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ

રાજકોટ, તા.૨૫.૪.૨૦૨૦ ના રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન ચાલી રહેલ છે. તેવા સમયમાં કાયમી રોજગારી મેળવીને પરિવારનું ગુજરાત ચલાવતા લોકો માટે કપરો સમય છે. આવા સમયે મંજુર વર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી તેવો ને ભુખ્યા ન રહે તેવા જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટનું ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી તેમના સ્વયંમ સેવકોએ બનાવે છે. જેમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, બટેકા, ડુંગળી જેવી અનાજ કિટો બનાવેલ છે. જેનું વિતરણ કરવામાં આવશે. તેમ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જણાવે છે. આવા સેવાકીય કાર્યને…

Read More

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આજે જન્મદિવસ છે. આજે રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. અંજલીબેન રૂપાણી વિજયભાઇ રૂપાણીની જેમ જ તરુણવયથી સંઘ અને વિદ્યાર્થી પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ધરાવે છે. અને વિજયભાઇના જીવનને અનુલક્ષીને જો જોવામાં આવે તો વિજયભાઇની દરેક સફળતા પાછળ અંજલીબેન રૂપાણીનો ખાસ હાથ છે. અંજલીબેન રૂપાણી પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અખિલ ભારતીય વિઘાર્થી પરિષદના પ્રચારક તરીકે બે વર્ષ સુધી…

Read More

રાજકોટ શહેર જેલમાં રહેલા ૧૭૫ કેદીઓની સગા-સંબંધીઓએ વિડીયો કોલથી મુલાકાત કરી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ જેલમાં રહેલા કેદીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે જેલમાં નવા આવતા કેદીઓનું જરૂરી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ જ જેલમાં એન્ટ્રી આપવામાં આવે છે. અને જેલમાં રહેલા કેદીઓની લોકડાઉન દરમિયાન તેમના ૧૭૫ જેટલા સગા-સંબંધીઓએ મુલાકાત કરી હોવાનું અને જેલમાં રહેલા કેદીઓએ અત્યાર સુધીમાં ૩૮ હજાર માસ્ક તૈયાર કરી કોરોના દરમિયાન લોકોને મદદરૂપ બન્યા હોવાનું જેલ સુપ્રિટેન્ડન્ટ બન્નો જોષીએ જણાવ્યું તેમજ જેલના સ્ટાફ માટે પણ સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યાનું કહ્યું હતું. કોરોનાના સક્રમિતથી બચવા માટે કેદીઓને મળવા આવતા તેમના સગા-સંબંધીઓને જેલ તંત્ર દ્વારા થઇ મીટીંગની…

Read More

રાજકોટ શહેર મોરબી રોડ બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં અચાનક લાગી આગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના છેવાડે આવેલા નવા બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં આજરોજ સવારે એકા એક કપાસના ઢગલામાં આગ લાગતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીના મારાના પગલે અને આગના હિસાબે અંદાજે ૮ થી ૧૦ લાખની કિંમતનો ૯.૫૦ મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ લાગતા મોરબી રોડ પરના નડિયાપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.…

Read More

ડેડીયાપાડામાં મેડિકલ ઓફિસર ફાલ્ગુની તબિયત સારી થતા રજા અપાઈ

ડેડીયાપાડા, નર્મદા જિલ્લામાં પોઝિટિવ કેસોમા મેડિકલ ઓફિસર ડેડીયાપાડા ની મેડિકલ ઓફિસર ડો. ફાલ્ગુનીની તબિયત સીરીયસ જણાતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર વધુ સારવાર અર્થે દાખલ કરાયા હતા. જયા તેની સઘન સારવાર કરાવતા તેની તબિયતમાં સુધાર આવી હતી અને આજે સંપૂર્ણ સાજી થઇ જતા તેને અંકલેશ્વર હોસ્પિટલ માથી રજા આપવામા આવી હતી. આમ નર્મદા ના 12પોઝિટિવ કેસો પૈકી પ્રથમ કેસ સારો થયા ની સત્તાવાર હકીકત એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે જણાવ્યુ .

Read More