રાજકોટ શહેર જેલમાં રહેલા ૧૭૫ કેદીઓની સગા-સંબંધીઓએ વિડીયો કોલથી મુલાકાત કરી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ જેલમાં રહેલા કેદીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે જેલમાં નવા આવતા કેદીઓનું જરૂરી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ જ જેલમાં એન્ટ્રી આપવામાં આવે છે. અને જેલમાં રહેલા કેદીઓની લોકડાઉન દરમિયાન તેમના ૧૭૫ જેટલા સગા-સંબંધીઓએ મુલાકાત કરી હોવાનું અને જેલમાં રહેલા કેદીઓએ અત્યાર સુધીમાં ૩૮ હજાર માસ્ક તૈયાર કરી કોરોના દરમિયાન લોકોને મદદરૂપ બન્યા હોવાનું જેલ સુપ્રિટેન્ડન્ટ બન્નો જોષીએ જણાવ્યું તેમજ જેલના સ્ટાફ માટે પણ સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યાનું કહ્યું હતું. કોરોનાના સક્રમિતથી બચવા માટે કેદીઓને મળવા આવતા તેમના સગા-સંબંધીઓને જેલ તંત્ર દ્વારા થઇ મીટીંગની ગોઠવણ કરી છે. જે વ્યક્તિઓને કેદીની મુલાકતની ઇચ્છા હોય તેઓએ એપ્લિકેશન ડાઉન લોડ કરી તેના પીન નંબર જેલ અધિકારીઓને નોંધાવ્યા બાદ જેલ અધિકારીઓ દ્વારા અપાયેલા સમય મુજબ કેદીઓને તેની બેરેકમાંથી બહાર લાવી લેપટોપ અને સામા પક્ષે મોબાઇલની મદદથી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ૧૭૫ જેટલાએ મુલાકાત કર્યાનું જણાવ્યું છે. જેલમાં રહેલા કેદીઓની તેમના સગા-સંબંધીઓ ચિન્તીત બન્યા હતા. તેઓને તંત્રના આવકાર્ય અભિગમથી કેદીઓ અને તેમના પરિવારમાં ખુશી લાગણી પસરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment