રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રેપિડ ટેસ્ટ કીટ દ્વારા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ ૧૦૦ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ કેવી રીતે થાય છે. અને કોને કરવામાં આવે છે. તે અંગે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે. જેમાં ૭ દિવસ સુધી કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ હોય તેને રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ વાઇરસગ્રસ્ત બને છે. ત્યારે તેના શરીરમાં વાઇરસ સામે લડવા માટે એન્ટી બોડી બને છે. રેપિડ ટેસ્ટમાં આ જ એન્ટી બોડીને શોધવામાં આવે છે. આનાથી એ ખબર પડે છે કે શરીરના રોગ પ્રતિકારક શક્તિએ આ વાઇરસને નિષ્ક્રિય કરવા માટે એન્ટી બોડી બનાવ્યું છે કે નહીં. જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળતા તેવા કિસ્સામાં પણ એ જાણી શકાય છે કે જે તે વ્યક્તિ સંક્રમણમો ભોગ બની છે કે કેમ અથવા પહેલા સંક્રમિત હતી કે નહીં. કીટમાં સેમ્પલ તપાસવા માટે ચોક્કસ જગ્યા હોય છે. અને પરિણામ જાણવા માટે એક ડિસ્પ્લે હોય છે. સૌપ્રથમ શંકાસ્પદ દર્દીના લોહીનું એક ટીપું લેવામાં આવે છે. આ નમૂનો લોહી પ્લાઝમાં કે સીસ્ટમના રૂપમાં હોય શકે છે.
રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ