જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોક ડાઉનનુ પાલન….

કેશોદ, જુનાગઢ જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોક ડાઉનનુ પાલન કેશોદ તાલુકાના બામણાસા ગામે લોક ડાઉનની અમલવારી ગ્રામ પંચાયત દ્વારા કરાવવામાં આવે છે લોક ડાઉનની અમલવારી ગ્રામ પંચાયત દ્વારા ડ્રોન કેમેરાથી રાખવામા આવી રહી છે બાજ નજર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પણ લોકડાઉનનુ કરી રહ્યા છે પાલન લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે તે જીઆરડી જવાન દ્વારા કરવામાં આવી રહી છે સઘન પૂછપરછ ગ્રામ પંચાયત દ્વારા ગામને સેનેટાઈઝ કરી માસ્કનુ વિના મૂલ્યે કરવામા આવેછે વિતરણ રીપોર્ટર : જગદીશ યાદવ, જુનાગઢ

Read More

રાજકોટ શહેરમાં પણ માસ્ક અથવા કાપડથી મોઢું ઢાંકવું ફરજીયાત કરવામાં આવ્યું, રાજકોટ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ પ્રેસ કોંફરન્સ યોજેલ હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માસ્ક અથવા કાપડથી મોઢું ઢાંકવું ફરજીયાત કરવામાં આવ્યું. રાજકોટ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પ્રેસ કોંફરન્સ યોજેલ હતી. રાજકોટ શહેરના આજના તમામ ૧૦૧ રિપોર્ટ નેગેટિવ, જંગલેશ્વર હોટસ્પોટ જાહેર, ૧૬ શેરીઓ સીલ કરાઈ, પોલીસનો ખુબ સારો સહકાર મળી રહ્યો છે. રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર નહીં નીકળે. મોઢું અને નાક ઢાંકવું ફરજીયાત, માસ્ક નહીં પહેરનાર ને ૧૦૦૦ દંડ, બીજી વાર પકડાઈ તો ૫૦૦૦ દંડ, તમામ લોકોને સખ્ત અમલ કરવા અપીલ, જરૂર પડ્યે ગુન્હો પણ નોંધાશે, શાકભાજી વાળા અને તમામ ધંધાર્થીઓને માસ્ક પહેરવા ફરજીયાત.…

Read More

રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ, શેરી નં.ર૭માં ટોળા, આજી-નદીનો પટ સીલ, લોકોના ટોળા ઉમટીયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારની શેરીનં. ર૭ કે જયાં કોરોના સંક્રમણોની સંખ્યા વધુ છે. તેને ચારેબાજુથી સીલ કરી દેવાઇ છે. ત્યારે આજે સવારે આ શેરીના રહેવાસીઓની ધીરજ ખૂટી હતી. અને એવા આક્ષેપો સાથે ૧૦૦થી વધુ લોકોનું ટોળુ શેરીમાં નિકળી ગયું હતું. અને સીલના પતરા તોડી નાંખવા પ્રયાસો કરતા તાત્કાલી ધોરણે આ વિસ્તારના ઇન્ચાર્જ અધિકારી અને ગોંડલ મામલતદાર રાજેશ આલ પોલીસ ફોર્સ સાથે સ્થળ પર દોડી ગયેલ અને લોકોને આવું ન કરવા સમજાવેલ. ત્યારે રહેવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો. તેઓ પાસે અનાજ-દુધ-શાકભાજી વગેરે ખૂટી ગયું છે. અને…

Read More

રાજકોટ શહેર કોરોનાગ્રસ્ત વ્યક્તિના ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્ર્વર વિસ્તારમાં સેમ્પલિંગ કરતાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના તબીબી તેમજ નસિગ સ્ટાફે જણાવ્યું હતું કે, કોરોના છે કે નહીં તેની ચકાસણી માટે નાક, ગલોફા અને સૌથી છેલ્લે કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, નાકમાંની લીંટમાંથી, ગલોફાની લાળ તેમજ ગળાના કાંકડામાંથી સેમ્પલ લેવામાં આવે છે. જો સેમ્પલિંગ દરમિયાન નાક અને ગલોફાના સેમ્પલમાંથી કોરોના વાયરસ અંગેની જાણકારી ન મળે તો સૌથી છેલ્લે કાંકડાના સેમ્પલમાંથી તો મળી જ જાય છે. કોરોના વાયરસ કાંકડાથી શરૂ કરી ફેફસા સુધીની રેસ્પીરેટરી સીસ્ટમ પર કબજો જમાવે છે. અને શરીરમાં…

Read More

રાજકોટ શહેર નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશશિલ્ડ બનાવ્યા. રૂ. ૪૦ની નજીવી કિંમતના આ ફેશશિલ્ડ મહામૂલી જિંદગી બચાવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના ટેકનોસેવી એવા નિધિબેન ચોટલીયા પણ સહયોગી બન્યા છે. મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરી વોલ ૩-ડી નામે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નિધિબેન ૩-ડી પ્રિન્ટરના વિવિધ મોડેલોના વેંચાણ અને પ્રોટોટાઇપ જોબવર્ક તૈયાર કરી આપવાનો વ્યવસાય કરે છે. કોરોના માહામારીના આ સંકટ સમયે તેમણે પોતાના આ આગવા કૌશલ્યનો વિનિયોગ સમાજ ઉપયોગી કાર્યમાં કરવા નિશ્ચય કર્યો. નિધિબેન જણાવે છે કે તેઓ અત્યાધુનિક ૩-ડી પ્રિન્ટરોના વેંચાણનો વ્યવસાય મેડીકલ ઇકવિપમેન્ટ. ઔધોગિક મશીનરી અને પ્રોટોટાઇપ ડાઇમેકીંગના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. નિધિબેન ચોટલીયાએ તેમના આગવા કૌશલ્ય થકી ઉચ્ચકક્ષાના પ્લાસ્ટીક…

Read More

રાજકોટ શહેર ૭૦૦૦થી વધુ શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપતું બિલ્ડર એસોસિએશન

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ બિલ્ડર એસો.ના પરેશભાઇ ગજેરાએ માહિતી ખાતાની ટીમની મુલાકાતમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમની બાંધકામ સાઇટ ઉપર ભોજન બનાવવું હોય. તો ૧૬૦૦૦ જેટલી રાશન કીટ તૈયાર કરી જેમાં દાળ, ચોખા, તેલ, બટેટા, ધઉં વગેરે ચીજવસ્તુ સાથે વિતરણ કરાઇ રહયું છે. અને સમયાંતરે બીજી વાર કે જરૂરીયાત મુજબ તેઓને આપવામાં આવી રહી છે. સાથે સાથે તેઓના આરોગ્ય માટે દવા વિગેરેની જરૂરીયાતને ધ્યાને રાખી બિલ્ડર એસોના સભ્યોએ વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલે બિલ્ડર એસો.ની રાશન…

Read More

રાજકોટ શહેર માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે પરંતુ લોકોની ભીડ જામી

રાજકોટ, રાજકોટ શહેર લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જૂના યાર્ડમાં દરરોજ લોકડાઉનના નિયમોની ધજીયા ઉડતી નજરે પડે છે. આરોગ્યલક્ષી એક પણ ગાઈડલાઈનનું પાલન થતું નથી. રાત્રે ૧૦ વાગ્યાથી શાકભાજીની જાહેર હરાજી શરૂ થાય છે. અને સવારે ૧૦ વાગ્યા સુધી વેચાણ થાય છે. દરમિયાન આ ૧૨ કલાકમાં ૧૦ હજારથી વધુ લોકો માસ્ક પહેર્યા વિના જ માર્કેટયાર્ડમાં ઉમટી પડે છે. અને નિયમોની ધજીયા ઉડાવે છે. રાજકોટ માર્કેટયાર્ડમાં શાકભાજીની…

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર કોરોના પોઝિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ કોઠારિયા રોડ પરના જંગલેશ્ર્વર ઉપરાંત વિવેકાનંદનગર, ઘનશ્યામનગર, ગોકુલનગર, એકતા સોસાયટી, પટેલ કોલોની, ભવાની ચોક, સાગર ચોક શિયાણીનગર અને સ્લમ કવાર્ટરમાં ફલેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ફલેગ માર્ચમાં ડી.સી.પી ઝોન-૧ રવિ મોહન સૈની સાથે પૂર્વ વિભાગના એ.સી.પી એચ.એલ.રાઠોડ અને ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. જંગલેશ્ર્વર વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરી ખુલ્લી રહેલી કેટલીક દુકાનદારોને લોકડાઉનમાં સહયોગ આપવા સમજાવી કાયદાકીય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને જોઇ ગેરકાયદેસર ખુલ્લી રહેલી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. તેમ છતાં પોલીસ સ્ટાફે તમામને…

Read More

રાજકોટમાં એક યુવકને ત્રણ દિવસમાં ૨૧ વખત ઘરની બહાર નીકળવું પડ્યું ભારે…..

રાજકોટ, 12/4/2020 જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ લોકડાઉનનુ કડકમાં કડક અમલ થાય તે માટે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ અને ઘર બહાર નીકળતા લોકો પર બાજ નજર રાખી રહી છે. જ્યારે રાજકોટ પોલીસ સીસીટીવી, ડ્રોન અને આઈ-વે પ્રોજેક્ટ દ્વારા બહાર નીકળતા લોકોને ઝડપી પાડવા માટેની કામગીરી કરી રહી છે. જ્યારે એવામાં રાજકોટ પોલીસે સીસીટીવીની મદદથી એક એવા યુવાનની ધરપકડ કરી છે કે જે રોજ નવા- નવા બહાના કાઢીને ઘર બહાર નીકળતો હતો અને તે યુવક દવાના બહાના કાઢીને ત્રણ દિવસમાં ૨૧ વખત ઘરની બહાર નીકળતો જોવા…

Read More

રાજકોટ શહેર પોલીસ નંબર વન હતી છે અને રહેવાની

રાજકોટ,                   સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ ની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી વિસ્તારોમાં રાખવામાં આવી રહેલી પોલીસની આ તીસરી આંખ નું આ પરિણામ છે. રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ.

Read More