રાજકોટમાં એક યુવકને ત્રણ દિવસમાં ૨૧ વખત ઘરની બહાર નીકળવું પડ્યું ભારે…..

રાજકોટ,

12/4/2020 જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે રાજકોટ પોલીસ લોકડાઉનનુ કડકમાં કડક અમલ થાય તે માટે રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ અને ઘર બહાર નીકળતા લોકો પર બાજ નજર રાખી રહી છે. જ્યારે રાજકોટ પોલીસ સીસીટીવી, ડ્રોન અને આઈ-વે પ્રોજેક્ટ દ્વારા બહાર નીકળતા લોકોને ઝડપી પાડવા માટેની કામગીરી કરી રહી છે. જ્યારે એવામાં રાજકોટ પોલીસે સીસીટીવીની મદદથી એક એવા યુવાનની ધરપકડ કરી છે કે જે રોજ નવા- નવા બહાના કાઢીને ઘર બહાર નીકળતો હતો અને તે યુવક દવાના બહાના કાઢીને ત્રણ દિવસમાં ૨૧ વખત ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો‌ અને તે 16 દિવસથી અલગ-અલગ બહાના કાઢીને ઘરની બહાર નીકળતો હતો. જેને પોલીસે આઈ-વે પ્રોજેક્ટ મારફતે ઝડપી પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ પોલીસ આવા લોકોને પકડી પાડવા માટે આઈ-વે પ્રોજેક્ટનો સાહારો લેવામાં આવ્યો છે. એટલે કે જો હવે તમે ઘરની બહાર નીકળશો તો તમારા વાહનનુ ટ્રેકિંગ કરવામાં આવશે. જ્યારે તમે કેટલી વાર અને ક્યા રસ્તેથી પસાર થઈ રહ્યા છો તેના પર નજર રાખવામાં આવશે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment