ગીર-સોમનાથ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડમાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમણે કલા, સાહિત્ય અને શિક્ષા, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇન્જીનિયરીંગ સહિત માં ઉત્કૃષ્ટ કાર્ય/ઉપલબ્ધી મેળવી હોય તેઓએ http://padmaawards.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ તેની હાર્ડ કોપી સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન બીજો માળ, રૂમ નં. ૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે તા. ૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં જમા કરવાની રહેશે. વધુ માહીતી માટે સીનીયર કોચ, કાનજી ભાલીયા મો.નં. ૯૪૨૯૦-૦૦૦૪૦ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment