રાજકોટ ખાતે ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો, તે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ

રાજકોટ, રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં R.M.C. ક્વાર્ટર્સમાં ક્રિકેટ રમવાનો વિડીયો વાયરલ થયેલ હતો. તેના આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તમામને અટક કરેલ છે. લોકડાઉનના પગલે કલમ.૧૪૪ કફીર્યુ ના જાહેરનામાં નો ભંગ કર્યો છે. તેમજ કોઈ ડર વગર જાહેરમાં ક્રિકેટ રમતા દ્રશ્યો આવ્યા સામે તમામ લોકોની અટકાયત કરવામાં આવેલ છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર એ.સી.પી. પી.કે.દિયોરા, પી.આઇ. ઠાકર સહીત ટીમની કડક કાર્યવાહી. તમામ શાકની લારી પર સર્કલ કરાવી ફરજીયાત હેન્ડગ્લોઝ,  સેનિટાઇઝર, માસ્કનો ઉપયોગ કરવા સૂચન તેમજ તમામ ને માસ્ક, હેન્ડગ્લોઝ વિતરણ કરાયા હતા. યુનિવર્સિટી પોલીસે ટેમ્પરેચર ગન વસાવી. પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે. રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ નાનામવા રોડ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને દુકાનમાંથી તમાકુની વસ્તુઓ ચોરી કરવાના ઈરાદે આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને વાઈરલ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. લોકડાઉનને કારણે હવે ગુજરાતમાં તમાકુને લઈ હવે લોકોની ધીરજ ખુટી છે. અગાઉ ચોટીલામાં તમાકુ માટે ફાયરિંગની…

Read More

D.G.V.C.L. કપરાડા તથા નાનાપોંઢા સબ ડિવિઝન કચેરીને સેનેટાઈઝ કરવામાં આવ્યું

વલસાડ, આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડાઇ લડી રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં સમગ્ર ભારત દેશમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, લોકડાઉન થકી દેશના અનેક લોકોની હાલત અંત્યંત ગંભીર બની છે, જે માટે અનેક સંસ્થાઓ, સંગઠનો, ગ્રુપો અને એન.જી.ઓ. મદદે આવી રહ્યા છે, જે લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ વલસાડ વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર જી.ડી.ભૈયાની સુચના તેમજ ગાઈડલાઈન હેઠળ એક ટીમ તૈયાર કરી દરેક સબ ડિવિઝન ઓફિસને સેનેટાઈઝ કરી અને દરેક કર્મચારીના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે, ત્યારે…

Read More

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા

રાજકોટ, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા એપ્રિલ માસમાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ઉપલેટા ના ૨૩૦ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા ૨૭ એપ્રિલના રોજ રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકો માટે ૧૫૦૦ માસ્ક ઉપરાંત જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ સિવાય પહેલી થી પચ્ચીસ એપ્રિલ સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૨૩૦ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના મફતીયાપરા,લક્ષ્મીનગર,ગોંડલ રોડ,ગાયત્રીનગર,મવડી પ્લોટ,કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, આંબેડકર નગર,નાના મવા…

Read More

દેવભૂમિ દ્વારકા દ્વારા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન

દેવભૂમિ દ્વારકા, આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ, ઓખા શહેર યુવા ભાજપ, દ્વારકા તાલુકા ભાજપ, શ્રી માધવ પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ ,સુરજકરાડી, ચેમ્બર ઓફ કોમર્સ, મીઠાપુર લોહાણા મહાજન મીઠાપુર સહયોગ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ નું આયોજન સુરાજકરાડી શીશુમંદિર ખાતે કરવામાં આવ્યું છે હતું. જેમાં ભાજપ યુવા ટીમ એ આ કોરોના ની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ મહા રક્તદાન કેમ્પ નું- મહા આયોજન કરી અને ખુબ જ સરાહનીય કાર્ય કરી ને બતાવ્યું છે. આજના આ મહા રક્તદાન કેમ્પ માં આપણા લોકલાડીલા ધારાસભ્ય ની ખાસ વિશેષ ઉપસ્થિતિ હતી. જિલ્લા ભાજપ ની ટીમ પણ ઉપસ્થિત…

Read More