રાજકોટ,
રાજકોટ શહેર લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટયાર્ડમાં આવશ્યક ચીજવસ્તુ લેવા શાકભાજીની હરાજી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જૂના યાર્ડમાં દરરોજ લોકડાઉનના નિયમોની ધજીયા ઉડતી નજરે પડે છે. આરોગ્યલક્ષી એક પણ ગાઈડલાઈનનું પાલન થતું નથી. રાત્રે ૧૦ વાગ્યાથી શાકભાજીની જાહેર હરાજી શરૂ થાય છે. અને સવારે ૧૦ વાગ્યા સુધી વેચાણ થાય છે. દરમિયાન આ ૧૨ કલાકમાં ૧૦ હજારથી વધુ લોકો માસ્ક પહેર્યા વિના જ માર્કેટયાર્ડમાં ઉમટી પડે છે. અને નિયમોની ધજીયા ઉડાવે છે. રાજકોટ માર્કેટયાર્ડમાં શાકભાજીની હરાજી વેળાએ ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો, મજૂરો અને માર્કેટયાર્ડનો સ્ટાફ સહિત ૧૦ હજાર લોકો એકત્રીત થાય છે. અને લોકડાઉન વચ્ચે જાણે લોકમેળો ભરાયો હોય તેવી જંગી મેદની એકત્રીત થાય છે. ડરતો એ વાતનો છે કે નતો માસ નતો સેનેટાઈઝર આમાં લોકોને કઈ રીતે બચાવી શકાય.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ