પીપલોદ ગામના પીવાના પાણીના કૂવા માં દવાની બોટલ, ઇન્જેક્શન સહિત દારૂની બોટલ નાખતા ગ્રામજનોમાં ફફડાટ

પીપલોદ ,

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં પીપલોદ ગામને પીવાના પાણી પૂરું પાડતા કૂવામાં સવારના સમયે કોઇ અજાણ્યા ઈસમ દ્વારા કુવાની અંદર પાણીમાં ઇન્જેક્શન, દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી જતા જે બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે દોડી આવ્યા હતા. કૂવામાં જોતા ઇન્જેક્શન પાણીની બોટલો અને દારૂની બોટલો કુવાના પાણીમાં જોવાતા ગામના સરપંચને આ બાબતે જાણ કરતા સરપંચ સ્થળ ઉપર આવી જોતા તે પણ અચંબામાં પડી ગયેલ અને આ બનાવ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે દોડી આવી કૂવામાંના પાણીના સેમ્પલ લઇ તેમાં દવાનો છંટકાવ કરી પાણીના સેમ્પલ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપેલ છે.

ત્યારે આ પાણીના સેમ્પલ નો રિપોર્ટ ના આવે ત્યાં સુધી પાણી પીવા માટે બંધ કરાયું છે. તેમજ ગ્રામજનોને પાણી નહિ પીવાની સૂચના આપવામાં આવી છે ત્યારે આ બનાવને લઇને કોઈક ગ્રામજનો દ્વારા કોરોના વાઇરસ ફેલાવવા માટે આ કૃત્ય કરાયા ની અફવા ફેલાવતા ગ્રામજનો ભયભીત બન્યા છે ત્યારે આ બનાવને લઇ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી જે એક સવાલ સમાન છે ત્યારે ગ્રામ પંચાયત ના તલાટી પંચાયત માં હાજર ન રહેતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે અગાઉ પણ આ કૂવાને લઈને અનેક સમસ્યા ઓ ઊભી થવા પામી છે ત્યારે આ કૂવા ઉપર થી ગામ માં પીવાનું પાણી અપાતું હોઈ ત્યારે તે કૂવા ઉપર કોઈ જવાબદાર કર્મચારી મૂકવામાં આવ્યો છે કે નહિ તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હાલમાં ગ્રામજનો ને આ પાણી નો પીવામાં ઉપયોગ ન કરે તે તેમના માટે હીત વાહક છે. ત્યારે પીવાના પાણીના કૂવામાં આ દવાની બોટલ, ઇન્જેક્શન અને દારૂની બોટલ કોણે અને કેમ નાખી હશે તે દિશામાં ગ્રામ પંચાયત તપાસ કરાવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના ગ્રામજનોને અપાતું પીવાનું પાણી ના કૂવા માં ઇન્જેક્શન, દવાની બોટલ તેમજ દારૂની બોટલ નાખવા માં આવી તે
દ્રશ્યમાન થાય છે.

રિપોર્ટર : વિજયકુમાર બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment