રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયાની વરણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા સાથે રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે દિનેશભાઈ ગુંદરીયા ની વરણી કરવામાં આવેલ છે.

 ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદો રમેશભાઈ ધડુક તથા મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા જિલ્લાના હોદ્દેદારોએ નવનિયુક્ત મંડળના પ્રમુખને અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

Leave a Comment